ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ની ઉણપ, નવી ભરતી કરવાની ઉઠી રહી છે માંગ… જાણો સમગ્ર વાત

થોડા દિવસ પહેલાં ગુજરાતમાં 32 હજાર થી વધુ પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ એ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રવેશ દરમ્યાન વિદ્યાર્થીઓને દફતર સહિત પુસ્તકો તેમજ અન્ય વસ્તુ ભેટમાં આપવામાં આવી હતી.

પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની અછત સર્જાઇ રહી છે જેના કારણે આ વિદ્યાર્થીઓને ભણાવશે પણ આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની પ્રાથમિક અને ગ્રાન્ટેડ શાળામાં લગભગ પાંચ વર્ષ થી ૧૦૦૦ જેટલા શિક્ષકોની જગ્યા હજુ સુધી ખાલી પડી રહી છે અને સરકાર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી.

રાજ્યના શાળા સંચાલક મંડળે નાણા મંત્રીને પત્ર લખીને સમગ્ર આ વાતની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ૭૦૦થી વધુ જગ્યાઓ ખાલી પડી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત ના કારણે અને મૃત્યુ થયા હોય તેવા ૨૦૦થી પણ વધુ શિક્ષકો ની ઉણપ સર્જાય છે. તેમજ ગુજરાત શાળા સંચાલક મંડળ દ્વારા આગામી સમયમાં શિક્ષકોને કમી દૂર કરવા માટે નવી ભરતી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રવેશોત્સવનું ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ ૫ લાખ 72 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો,

અને આ કાર્યક્રમ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હજી પણ ૧૦૦૦ જેટલા શિક્ષકો ની ઉણપ સર્જાતા આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

તેમજ કેટલાક લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા હવે સરકારી સ્કૂલો પર ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેનું મુખ્ય કારણ પ્રાઇવેટી કરણ છે જેના કારણે આગામી સમયમાં સરકારી સ્કૂલ બંધ થવાની તૈયારીમાં જોવા મળી શકે છે જેના કારણે સરકારે અત્યારે કેટલાક કડક પગલાં ભરવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published.