ગુજરાતના એક કલેક્ટરને લાગ્યો કૌભાંડ નો રંગ,ગાવાનો હતો ખૂબ જ શોખ પરંતુ CBI એ લીધા કસ્ટડીમાં

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગુજરાતના એક કલેકટર ઝવેરચંદ મેઘાણી નું ગીત કીર્તિદાન ગઢવી સાથે ગાતા નજર આવ્યા છે.

કે. રાજેશ સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર છે અને તે અનેકવાર ગુજરાતી ગીતો ગાતાં લોકો સામે નજર આવ્યા છે બે વર્ષ પહેલાં તેમને કિર્તીદાન ગઢવી સાથે એક મુલાકાત કરી અને ઝવેરચંદ મેઘાણી લોકગીત કાપ્યું હતું ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો. પરંતુ હાલ તે સીબીઆઈ કસ્ટડીમાં છે અનેક વિવાદોમાં તેમનું નામ આવ્યું છે.

કલેકટર સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની ફરજ બજાવતા હતા અને તે સમયે અચાનક તેમના ઘરે સીબીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારબાદ કે રાજેશ ની ધરપકડ કરી સીબીઆઈ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા છે અને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કે રાજેશ ઉપર અનેક પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમ કે સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીનમાં લાંચ લેવાના કેટલાક આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારબાદ ગાંધીનગર સુરત આંધ્ર પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી જેમાં તેમના જોડેથી કેટલાક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા સામે આવ્યા હતા ત્યાર બાદ પોલીસ દ્વારા તેમના ઉપર વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

2011 ની બેચમાં થી કે. રાજેશ કલેકટર અધિકારીની પરીક્ષા માં પાસ થયા હતા ત્યારબાદ તે સૌપ્રથમ જોઇન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને અત્યારે સુરેન્દ્રનગરના કલેકટર બાદ ગૃહ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પોતાની બદલી થઈ હતી અને ગણતરીના દિવસોમાં તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેમના ઉપર પહેલેથી જ સીબીઆઇની નજર હતી કારણ કે જ્યારે તે DDO હતા તે સમયથી ખૂબ જ વિવાદમાં રહેતા હતા. તેમ જ સત્તાનો દુરુપયોગ કરવા માટે અનેક વાર તેમની ફરિયાદ સામે આવી હતી.

અને જીલ્લા પંચાયત માટ ઉપરવટ જઈને કામ કરતા હતા. તેમજ રાજેશ ઉપર એક સમય મુખ્યમંત્રીએ ફરિયાદ કરી હતી. તેમજ જમીનના સોદામાં તે ખૂબ જ ભ્રષ્ટાચાર કરતાં તેવું જોવા મળ્યું હતું. તે પોતાના કાર્યકાળ દરમિયાન વચેટિયા રાખીને લાંચરુશવતની ખૂબ જ વેગ આપતા હતા.

Leave a Reply

Your email address will not be published.