હાડકાને મજબુત બનાવવા હોય તો તમે રોજ ખાઓ આટલી વસ્તુઓ, શરીરને મળશે ભરપુર કેલ્શિયમ

કોઇપણ વ્યક્તિ ને પોતાના હાડકા ને સુદૃઢ બનાવવા હોય તો તેના શરીર મા કેલ્શિયમ પૂરતા પ્રમાણ મા હોય તેવી વસ્તુઓ આરોગવી જોઈએ. જો એકવાર હાડકા કમજોર થવા લાગે તો ત્યારબાદ ધુંટણ ની પીડા ની સાથોસાથ સાંધા થી લગતા દુખાવા જેવી અનેક બીમારીઓ શરીર ને આવરી લે છે. માનવ શરીર ની ઉંમર નો કોઇપણ પડાવ હોય હાડકાઓ મજબુત હોવા જરૂરી જ છે.

હાડકાઓ ની મજબુતાઈ માટે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે લીલા પાંદડાવાળા શાકભાજી નુ સેવન વધુ મા વધુ કરવું જોઈએ કેમ કે તેમાં કેલ્શિયમ નુ પ્રમાણ વધુ હોય છે. તો ચાલો જાણીએ કે શું-શું ખાવુ જોઈએ. જો તમે કેલ્શિયમ પૂરતા પ્રમાણ મા હોય તેવી વસ્તુઓ નું સેવન નહીં કરો તો તમારા હાડકાઓ નબળા પડી જાય છે. કેલ્શિયમ ની સાથોસાથ હાડકાઓ ની મજબુતાઈ માટે વિટામિન એ તેમજ કે પણ લાભકારી છે.

તમે એવી વસ્તુઓ નુ પણ સેવન કરી શકો કે જેમાં પોટેશિયમ તેમજ જિંક ની માત્રા હોય. જો તમે હાડકાઓ ને વધુ મજબુત બનાવવા હોય તો તમે બદામ નુ સેવન પણ કરી શકો છો. આ એક મુઠ્ઠી બદામ મા ૭૫ ગ્રામ થી પણ વધુ કેલ્શિયમ નુ પ્રમાણ જોવા મળે છે. તેની સાથોસાથ પોટેશિયમ તેમજ પ્રોટીન પણ બદામ ખાવા થી શરીર ને મળે છે. આ સિવાય હાડકાઓ ને સુદૃઢ બનાવવા બીન્સ ની દાળ આરોગવી જોઈએ કેમ કે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની સારા પ્રમાણ મા હોય છે.

આ સિવાય બ્રોકલી ને પણ હાંડકા માટે અતિગુણકારી માનવામા આવે છે. આ બ્રોકલી મા કેલ્શિયમ પૂરતા પ્રમાણ મા હોવા ને લીધે હાડકાઓ ની મજબુતાઈ મા વધારો આવે છે તો આ માટે કોબી નું શાક પણ ખાવા મા ઉપયોગ કરી શકાય છે. કાજુ, બદામ તેમજ માછલી પણ હાડકા ના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published.