હનુમાન ચાલીસા પર ઉધ્ધવ ઠાકરેને ચેતવણી આપનાર નવનીત રાણા પાસે કેટલી સંપત્તિ છે, જાણો 

નવનીત રાણાએ 2019 માં મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને સાંસદ તરીકે ચૂંટાયા હતા. નવનીત રાણાએ ચૂંટણી પંચને આપેલા પોતાના સોગંદનામામાં જણાવ્યું કે તેમની પાસે કુલ 12 કરોડ, 45 લાખ રૂપિયા (12,45,54,656)ની સંપત્તિ છે. જોકે, તેણે પોતાના પર લગભગ 7 કરોડ રૂપિયાના દેવાનો પણ ખુલાસો કર્યો હતો. નવનીત રાણા અને તેના પતિના અલગ-અલગ બેંકોમાં સાત ખાતા છે, જેમાં તેમણે જણાવ્યું કે લગભગ 6 લાખ રૂપિયા જમા થયા છે.

સોગંધનામા પ્રમાણે નવનીત રાણા પાસે એક ટોયોટા ફોર્ચ્યુનર ગાડી છે, જેની કિમત તેમણે 20 લાખ 74 હજાર કહી છે, તો બીજી બાજુ તેમના પતિના નામ પર લગભગ 61 લાખની બે ગાડી છે, જેમાંથી એક ફોર્ડ અને બીજી ટોયોટા ફોર્ચ્યુનર છે. નવનીત રાણાએ ચુંટણી આયોગને જણાવ્યું હતું કે તેમની પાસે 27 લાખ અને તેમના પતિ પાસે 2 લાખ રૂપિયાના સોનાના દાગીના છે.

નવનીત રાણાએ બીજી સંપત્તિ વિષે જણાવ્યું હતું કે તેમના અને તેમના પતિ રવિ રાણાના નામ પર એક કરોડ 82 લાખ રૂપિયાની કૃષિ જમીન છે. આ સિવાય તેમના પતિના નામે 40 લાખ રૂપિયાની એક કમર્શિયલ બિલ્ડિંગ પણ છે. નવનીત રાણાના નામ પર મુંબઈમાં ત્રણ ફ્લેટ છે,એ જેની કિમત લગભગ 5 કરોડ રૂપિયા છે. તેમથી એક ફ્લેટ મુંબઈના પાટલીપુત્ર ઓશિવરા સોસાયટી, બીજો મુંબઈના ગાર્ડન એસ્ટેટ ગોરેગાવ અને ત્રીજો ફ્લેટ વેસ્ટ મુંબઈના લવી એપાર્ટમેન્ટમાં છે.

નવનીત રાણા એ ફિલ્મોની દુનિયામાંથી રાજનીતિમાં આવી છે. મુંબઈના પંજાબી પરિવારમાં જન્મેલ નવનીત રાણાએ કાર્તિકા હાઇ સ્કૂલ અને જુનિયર કોલેજથી પોતાનું ભણવાનું પૂરું કર્યું છે. એ પછી મૉડેલિંગ કર્યું. એક કન્નડ ફિલ્મથી તેણે ફિલ્મની શરૂઆત કરી હતી. એક પંજાબી ફિલ્મમાં પણ તે દેખાઈ હતી.

નવનીત રાણા અને તેના પતિ રવિ રાણા બંને યોગ ગુરુ બાબા રામદેવના ચુસ્ત અનુયાયીઓ છે. કહેવાય છે કે બંનેની મુલાકાત એક યોગ શિબિર દરમિયાન થઈ હતી. આ પછી, 2011 માં, બાબા રામદેવે તેમના આશ્રમમાં લગભગ 3000 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કર્યું અને તે જ સમારોહમાં નવનીત અને રવિએ પણ લગ્ન કર્યા હતા. નવનીતના પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રની બડનેરા વિધાનસભા બેઠક પરથી સતત ત્રણ વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતી છે.

Leave a Reply

Your email address will not be published.