હનુમાન જયંતી પર આ ઉપાયથી પ્રાપ્ત કરી શકો છો બજરંગબલીની કૃપા, દરેક મનોકામના થશે પુરી

ધર્મગ્રંથો અનુસાર ચૈત્ર માસ પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે હનુમાન નો જન્મ થયો હતો. આ વર્ષે 16 એપ્રિલ એટલે કે શનિવારના દિવસે હનુમાનના મંદિરમાં ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.જ્યોતિષાચાર્ય મનીષ શર્મા નું કહેવું છે કે આ વર્ષ હનુમાન જયંતી પર શનિ અને ગુરુ જોવા મળશે તેમજ ૩૧ વર્ષ બાદ આવો સમય જોવા મળ્યો છે. આ દિવસ દરેક માટે ખાસ બની શકે તેમ છે.

ધનલાભ માટે કરો આ ઉપાય


હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કર્યા બાદ હનુમાનજી ન સિંદૂર અને ચમચી તેલ ચડાવવું જોઈએ.તેમજ હનુમાનજીને શુદ્ધ ખેતી દીવો કરવો જોઈએ. તેમજ હનુમાનજીને ગુલાબના હારની એક માળા પહેરાવી અને ત્યારબાદ આ માળા માંથી એક ગુલાબ લઈને પોતાની તિજોરીમાં મૂકી દેવું જોઈએ છે તેનાથી ખૂબ જ ધન લાભ થશે.

સારા સ્વાસ્થ્ય માટે કરો ફક્ત આટલું

સારા સ્વાસ્થ્ય માટે અથવા રોગ દૂર કરવા માટે, હનુમાનજીની પર્વત ઉઠાવેલ મૂર્તિને શુદ્ધ જળથી અભિષેક કરો.અભિષેક કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો 7 વાર પાઠ કરતી વખતે આ પાણી ના અભિષેક કરતા રહો.ત્યાર બાદ આ પાણી બીમાર વ્યક્તિને નિયમિત રીતે પીવડાવતા રહો. તેનાથી રોગ મટી જશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા લાગશે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

હનુમાન જયંતીના દિવસે ચોક્કસ વિધિથી હનુમાનજીની પૂજા કરવી જોઇએ. તેમજ ચૂરમાં અથવા બૂંદીના લાડુ હનુમાનજી ને ચડાવવા. તેમજ ઘરની છત ઉપર લાલ કપડું અથવા લાલ કલર નો ઝંડો ફરકાવવો જોઈએ. તેમજ આ ધ્વજ ની પૂજા કરવી. ફક્ત આટલું જ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહેશે.

નોકરી માટે ફક્ત કરો આટલું

16 એપ્રિલ હનુમાન જયંતીના દિવસે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ રુદ્રાક્ષની માળા લઈને હનુમાનજીની પૂજા કરવી જોઇએ અને હનુમાનજી ના શ્લોક 1008 વખત બોલવા ફક્ત આટલું જ કરવાથી હનુમાનજી ના આશીર્વાદ તમને મળશે.

Leave a Reply

Your email address will not be published.