હાર્દિક જોડાશે આજે ભાજપમાં, કમલમમાં કડક બંદોબસ્ત આપવામાં આવી આ સૂચનાઓ.

છેલ્લે જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસને ગુજરાત વિરોધી સરકાર કહી છે અને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે ત્યારથી અટકળો ચાલતી હતી કે ક્યારે અને કઈ પાર્ટીમાં તેઓ જોડાશે. તો તમને જણાવી દઈએ કે આજે એ સંભાવના શક્ય બની શકે છે. આજે લગભગ 12 વાગે હાર્દિક પટેલ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે આજે હાર્દિકે પોતાના ઘરે પૂજા પાઠ કર્યા હતા અને પછી તેઓ SPG ગુરુકુળમાં રામ, શ્યામ અને ઘનશ્યામ બાપુના આશીર્વાદ લઈને તેમની ઉપસ્થિતિમાં ગાયની પૂજા પણ કરી હતી. તમને જણાવી દઈએ કે હવે તેઓ કમલમ જવા માટે નીકળશે.

જ્યારથી તેઓ કોંગ્રેસથી છૂટા થયા હતા ત્યારથી જ લગભગ બધાને અંદાજ આવી જ ગયો હતો કે તેઓ હવે ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલની એકલા જ ભાજપમાં જોડાવવાની જીદને લીધે ભાજપને બે અલગ અલગ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું.

ભાજપમાં તેમણે જોડાવવાનું નક્કી કર્યું એ પછી તેઓ કઈ રીતે અને શુ કરશે તે બધા જ કાર્યક્રમ હાર્દિક પટેલે જાતે જ નક્કી કર્યા હતા. ગઈ કાલે તેઓ ગાંધીનગરણ ભાજપ કાર્યાલય પર ઘણા નેતાઓને મળ્યા પણ હતા.

પાટીદાર અનામત આંદોલન દ્વારા નેતા બનેલ હાર્દિકે હવે કોંગ્રેસને છોડી ભાજપ સાથે જોડાવવાનું નક્કી કર્યું છે જેના લીધે તેમના પાટીદાર સમાજન કેટલાક લોકો તેનાથી ખૂબ નારાજ તો છે જ અને ગુસ્સે પણ છે.

આજના આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે કોઈ નડતર કે પછી કોઈ તોફાની તત્વો વિક્ષેપ ન કરે તેની માટે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ કોઈપણ ટીકા કે ટિપ્પણી કોઈને ના કરવા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. હવે જોવું રહેશે કે હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા પછી ફાયદો કોને થાય છે. તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published.