હાર્દિકનું ‘સ્યાહી સ્વાગત’ : મહેસાણામાં પાટીદાર અગ્રણીએ હાર્દિકના પોસ્ટર પર ગુસ્સો ઉતાર્યો

હાર્દિક પટેલને ભાજપમાં જોડાતા ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં તાજેતરમાં મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટરમાં કાળી શાહી લગાવી છે. એનાં પરથી કહી શકાય છે કે હાર્દિક પટેલને પાટીદાર યુવાનોનો સાથ મળી રહ્યો નથી અને તેના પર લોકોનો આક્રોશ દેખાઈ રહ્યો છે.

હાલમાં થોડાક દિવસ પહેલા જ્યારે હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાયો હતો ત્યારે પાટીદાર યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઇને ઉત્તર ગુજરાતના યુવાનોમાં ભારે ગુસ્સો દેખાવા મળી રહ્યો છે. હાર્દિક પટેલે ભાષણમાં કહ્યું હતું કે કેટલાક અસામાજીક તત્વોએ જાહેર મિલકતોને નુકસાન કર્યું હતું, જેને લઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

મહેસાણા જિલ્લા સાથે ઉત્તર ગુજરાતના યુવાનો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. આજ ક્રમમાં તાજેતરમાં મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે હાર્દિકના આવકારના પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે પોસ્ટર પર ધનજી પાટીદારે કાળી શાહી અને સ્પ્રે વડે હાર્દિકના ચહેરા પર કાળો રંગ કર્યો હતો. જેનો વિડિયો પણ તેઓએ શેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.