હાર્દિક પટેલ બાદ આ 4 કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાવાની તૈયારી માં, અચાનક જ ભગવો ધારણ કરી શકે તેવી આશંકા

હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ હજુ બીજા નેતા ભાજપમાં જોડાઈ શકે તેવા સૂત્રો દ્વારા ન્યુઝ મળી રહ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય દહેગામના કામિનીબેન રાઠોડ તેમજ પ્રાંતિજ ના મહેન્દ્રસિંહ બારૈયા નો સમાવેશ થાય છે. તેમજ ભાવનગરના પૂર્વ શહેર પ્રમુખ રાજુ જોશી આગામી સમયમાં ભાજપમાં નજર આવી શકે છે.

ભાવનગરના ખૂબ જ લોકપ્રિય અને જાણીતા સંજય સિંહ ગોહિલ આગામી થોડા સમયમાં ભાજપમાં જોડાઈ શકે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ૨૦૧૨થી ૨૦૧૭ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા દહેગામ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડેલા કામિનીબેન રાઠોડ મીડિયા સાથે વાતચીત કરતાં તેમની નારાજગી દર્શાવી છે. તેમજ ભાજપમાં જોડાવા માટે તેમને રઘુ સાથે વાતચીત ચાલી રહી છે અને મહેસાણા મોટાપાયે મીટીંગ યોજવામાં આવી હતી.

અમિત ચાવડા તેમજ ખૂબ જ મોટા ધારાસભ્યો દ્વારા તમે સમજાવવામાં આવી રહ્યા છે. કામિનીબેન ના ભાજપમાં જોડાવાના કેટલાક દ્વારા હજુ સુધી પ્રમુખ પ્રદેશ જગદીશ ઠાકોર દ્વારા કોઈ એક વાર પણ ફોન કરીને કોઇપણ માહિતીનો નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા નથી.

મહેન્દ્રસિંહ બારૈયા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે કોંગ્રેસમાં તેમને ખૂબ જ નારાજગી ચાલી રહી છે ત્યારબાદ રઘુ શર્મા સાથે રૂબરૂ મુલાકાત કર્યા બાદ પણ હજુ સુધી ચોક્કસ રીતે તેમના નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારબાદ તેમનું કહેવું છે કે પક્ષના નિર્ણય બાદ તે પોતાનો નિર્ણય લેવા માટે તૈયાર છે.

 

સંજયસિંહ ગોહિલ નું કહેવું છે તે વહેલામાં વહેલી તકે ભાજપમાં જોડાવાની તૈયારી દાખવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં કાર્ય કર્યા બાદ હજુ સુધી તેમને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી અને ચૂંટણીલક્ષી નેતાઓ પોતાના સ્વાર્થ માટે બીજાનું હિત નું ભવિષ્ય જોતા નથી. તેમજ કોંગ્રેસમાં સંજય સિંહ ને પૂરતો સામાન મળતું નથી જેના બાદ હવે કે ભાજપમાં જોડાવાની પૂરેપૂરી તૈયારી દાખવી રહ્યા છે.

ભાવનગરમાં ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી હરનાર રાજેશ જોશી મીડિયા સાથે વાતચીત કરતા પોતાની નારાજગી દર્શાવી હતી. તેમજ તેમને જણાવ્યું છે કે ગુજરાતમાં હજુ પણ મોદી શાસન ચાલી રહ્યું છે જેના કારણે હવે બિન શરતી રીતે ભાજપમાં જોડાવાની તૈયારી દાખવી છે પરંતુ હજુ સુધી તેમના કોઈ ચોક્કસ રીતે માહિતી આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published.