હાર્દિક પટેલની ભાજપમાં થઈ એન્ટ્રી, પાટીદારના આગેવાનએ આપ્યું નિવેદન ‘પોતાના સ્વાર્થ માટએ’

ઘણા સમયથી ચાલી આવી રહેલ અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલે આજે સારા દિવસે ભાજપમાં જોડાયા છે. હાર્દિકના આ પગલાંથી SPGના લાલજી પટેલ ખૂબ નારાજ થયા છે તેમણે હાર્દિકને લઈને ઘણા નિવેદન આપ્યા છે તેમણે કહ્યું છે કે હાર્દિક પટેલ સ્વાર્થી છે અને હવે બધા જાણી ગયા છે કે હાર્દિક પટેલ પર વિશ્વાસુ માણસ નથી.

હાર્દિક પટેલના ભાજપમાં જોડાઈ જવાથી SPG પ્રમુખ લાલજી પટેલએ નારાજગી જાહેર કરી છે તેમણે વધુમાં કહ્યું છે કે હાર્દિક રાજકીય વ્યક્તિ થઈ ગયો છે તે હવે સમાજનો વ્યક્તિ નથી રહ્યો. સમાજનું જે કામ બાકી હતું એ હજી પણ એમને એમ જ છે. હજી પણ પાટીદાર સમાજના યુવાનો પર દાખલ કરવામાં આવેલ કેસ એમ જ છે અને પાટીદાર સમાજના મૃત્યુ પામેલ યુવાનોના પરિવારને ક્યારે ન્યાય મળશે તે પણ કશું કહી શકાતું નથી.

હમણાં સુધી ઘણા બધા પાટીદાર અનામત આંદોલનમાં જોડાયેલ ઘણા સાથી મિત્રો ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા છે પણ તેમ છતાં પણ પાટીદાર સમાજના આ બે મોટા પ્રશ્નનો કોઈ જવાબ કે પછી સોલ્યુશન નીકળ્યું નથી. તો હવે હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાઈ ગયા છે તો હું ભવિષ્યમાં પાટીદાર સમાજના બંને અઘરા પ્રશ્નોના સોલ્યુશન માટએ પત્ર લખીશ અને માંગણી કરીશ કે જલ્દીથી જલ્દી કોઈ નિકાલ લાવવામાં આવે.

તેમણે વધુમાં કહ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે અમે નક્કી કર્યું હતું કે આપણાંમાંથી કોઈપણ કોઇપણ રાજનીતિ પાર્ટીમાં જઈશું નહીં. તેમ છતાં સૌથી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયા અને હવે તેઓ ભાજપમાં જોડાયા છે. હવે ભવિષ્યમાં પણ તેઓ અહિયાંથી કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ શકે છે. પાટીદાર સમાજ છેતરાઈ ગયો છે આમને આમ ચાલશે તો સમાજનો આત્મવિશ્વાસ પણ તૂટી જશે. ઘણા છે જેઓને હવે સમાજમાં વિશ્વાસ રહ્યો નથી.

હાર્દિક દગાખોર છે પહેલા તેને પાટીદાર સમાજને દગો આપ્યો અને કોંગ્રેસમાં જોડાયા હવે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. તે સ્વાર્થી વ્યક્તિ છે પોતાના સ્વાર્થ માટે તે પાર્ટીઓ બદલી રહ્યા છે. હવે એ તો સમય જ બતાવશે કે હાર્દિક પટેલના ભાજપ જોડાવવાથી પાટીદાર સમાજ માટે કોઈ સોલ્યુશન લાવે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.