હાર્દિક પટેલ નો વિરોધ, હાર્દિક ના કેસ તો ખેંચાઇ જશે પરંતુ 14 બાળકો ને ક્યારે ન્યાય મળશે?

હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે પરંતુ પાટીદાર અનામત આંદોલન વખતે મૃત્યુ પામેલા પરિવારજનો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને હાર્દિક પર થયેલા તમામ કેસો પાછા ખેંચાઇ જશે પરંતુ અમારા બાળકો મૃત્યુ પામે છે તે પાછું કોણ લાવશે. ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક નેતાઓએ ભાજપમાં જતા હાર્દિક પટેલનો ખૂબ જ ઉગ્ર વિરોધ કરી નારાજગી દર્શાવી હતી.

 

હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન વખતે ભાજપને ખૂબ જ નુકસાન કરાવ્યું હતું પરંતુ હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા માં પાટીદાર નેતાઓનું કહેવું છે, કે હાર્દિક પટેલે પોતાના સ્વાર્થ કારણે પાટીદાર સમાજનો ઉપયોગ કર્યો છે. તેમજ હાર્દિક જેવા માણસો ઉપર વિશ્વાસ ન કરવાની વાત પણ જણાવી હતી.

ગુજરાત પાસ legal કન્વીનર દર્શન પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે 14 પાટીદારોને યુવકની હત્યા બાદ હવે તે ભાજપમાં જોડાઈ ગયા છે. જો ખૂબ જ ખોટી વાત છે અને સમાજ તેમને કોઈ દિવસ માફ નહીં કરે.

મહેસાણાના સતીશ પટેલ નું કહેવું છે કે, જો કોંગ્રેસ સરકાર ન ગમતું હોય તો તમે સમાજ કલ્યાણ માટે પોતે અલગ થઈને પણ કાર્ય કરી શકો છો ભાજપમાં જોડાવાનું તે એક છેલ્લો ઓપ્શન નથી.

ઊંઝાના પાસ કન્વીનર ધનજી પટેલ ખૂબ જ ગુસ્સામાં હતા. તેમનું કહેવું છે કે પાટીદારના 14 બાળકો ના મોતના જવાબદાર જોડે મિત્રતા કરવી એ ખૂબ જ ખરાબ કાર્ય છે. સોશિયલ મીડિયામાં હાર્દિકના કેટલાક જૂના વિડીયો તેમજ પોસ્ટરો વાયરલ થઇ રહ્યા છે જેમાં હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું. કે….

પાટીદાર અનામત આંદોલનમાં શ્વેતાંગ પટેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું તેની માતા અત્યારે કેન્સર પીડિત છે તેમને જણાવ્યું હતું કે હાર્દિક પટેલે તેમના બાળક નો જીવ ગુમાવ્યો છે. સાત વર્ષ સુધી હજુ કોઈ પણ ફોન હાર્દિક પટેલ દ્વારા આવ્યો નથી.

હાર્દિક પટેલ સૌપ્રથમ કહેતો હતો કે કોંગ્રેસમાં જઈને તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખીશ અને ન્યાય અપાવી પરંતુ આજ દિવસ સુધી કોઈપણ કાર્ય તેને કાઢી નથી. તેમજ 14 બાળકોના મોતના જવાબદાર હાર્દિક પટેલ છે અને રહેશે જ. હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા અનેક જગ્યાએ ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો અને જેના કારણે અનેક રીતે વિરોધ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.