હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી હાર્દિકનું રાજીનામુ

હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ તે ખૂબ જ નારાજ ચાલી રહ્યા હતા અને આજે તેમને સોશિયલ મીડિયા ઉપર પોતાનું રાજીનામું આપી દીધું છે અને પાટી ના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીને પાર્ટીમાંથી મુક્ત થયા છે.

રવિવારના દિવસે ખોડલધામમાં મોટી મીટીંગ યોજવામાં આવી હતી ત્યારબાદ અલ્પેશ કથેરિયા દિનેશ બામણીયા અને હાર્દિક પટેલ સાથે બનવાની મોટી બેઠક યોજાઇ હોય તેવું સામે આવી રહ્યું છે અને કોંગ્રેસ સરકાર દ્વારા તે ખૂબ જ નારાજ હતા તે અવાર-નવાર લોકોને કહેતા હતા પરંતુ કોંગ્રેસના તેમની વાત ન માનતા તેમને રાજીનામું આપી દીધું છે.

તે કોંગ્રેસમાંથી નારાજ હતા જેનું આજે ગંભીર પરિણામ કોંગ્રેસને જોવા મળી રહ્યો છે અને તેમને અનેક વાર કોંગ્રેસ સરકાર સાથે નિવેદનો અને વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ તેમને નિવારણ ન આવવાને કારણે આજે કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે રાજીનામું લઈ લેતા ગુજરાતના રાજકારણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પટેલ હવે ભાજપ અથવા આમ આદમી પાર્ટીમાં જોવા મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published.