હાર્દિક પટેલ સહિત અન્ય સામે પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની અરજી મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી

હાર્દિક પટેલ ઉપર ચાલતા કેસો ને લઈને ખૂબ જ મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પાટીદાર અનામત આંદોલનના કારણે કેટલાક પાટીદાર યુવાનો ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો જે માટે કેસ પાછા ખેંચવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ તેમજ અન્ય પાટીદાર યુવકો ના આ કેસમાં નામ જોવા મળ્યા છે.

તેમજ અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને અરજી ફગાવી દીધી છે. બે મેના રોજ આ કેસની સુનાવણી માટે દરેક લોકો ને હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.

2017માં કોપરેટર પરેશ પટેલ દ્વારા હાર્દિક પટેલ ઉપર કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પરેશ પટેલ ના ઘર બહાર ખૂબ જ ભીડ જોવા મળી હતી અને કેસ પાછો ખેંચવા માટે તેમના ઉપર દબાણ આપવામાં આવ્યું હતું.

પાટીદાર અનામત આંદોલનમાં 900 કેસ કરવામાં આવ્યા હતા જેમાં 187 કેસ હજુ સુધી પાછા ખેંચવામાં આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.