હાર્દિક પટેલે કર્યો ખુલાસો,કોંગ્રેસ સરકાર ફક્ત આટલું કરશે તો મારી નારાજગી થશે દૂર

હાર્દિક પટેલ થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને હવે થોડા સમય પહેલાં અલ્પેશ કંટારીયા દિનેશ બામણીયા અને ગુજરાતના મુખ્ય કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલ સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે કહ્યું છે કે હું કોંગ્રેસથી નારાજ છો એ વાત સમગ્ર દુનિયાને ખબર છે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ જશે તો મારી નારાજગી દૂર થશે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અલ્પેશભાઈ અને દિનેશભાઈ ખોડલધામના ચેરમેન સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં કેટલાક સામાજિક રાજકીય અને અનેક મુદ્દા ઉપર મોટા પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાટીદારો ઉપર થયેલા કેસો પાછા ખેંચવા માટે મુખ્યમંત્રીને વારંવાર અરજી કરવામાં આવી છે. જેનાબાદ ૨૨થી ૨૫ કેસો મુખ્યમંત્રી દ્વારા પાછા ખેંચવામાં આવ્યા હતા. હજુ પણ 244 યુવાનો ઉપર કેસ ચાલુ છે જેમાં બધા લોકો સાથે મળીને નિરાકરણ લાવવાનું રહશે.

ત્યાર બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે લોકોને સારી વ્યવસ્થા મળી રહે તે માટે કામ કરવાનું રહેશે અને ગુજરાતની સાડા છ કરોડ જનતા એકસાથે આગળ આવે અને સારા સમાજનું નિર્માણ કરી શકે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું જ્યારે કોંગ્રેસમાં જોડાયો હતો ત્યારે પાર્ટી જોડેથી કોઈપણ વસ્તુ ની લાલચ રાખી ન હતી અને હું ફક્ત કામ કરવા માટે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. અને કોંગ્રેસમાં ચાલતા કેટલાક પ્રોબ્લેમને સાથે મેં રાહુલ ગાંધી અને નરેશભાઈ સોનિયા સાથે વાતચીત કરી હશે. પરંતુ હજુ સુધી તેમને કોઈ પગલા ભર્યા નથી.

ત્યારબાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે મિટિંગમાં સમાજમાં શિક્ષણ વધારવા માટે તેમ જ યુવાનો ઉપર થયેલા કેસો પાછા ખેંચવા માટે સરકારને વિનંતી કેવી રીતે કરવી અને રાજકારણમાં લોકો જોડાય તે માટે કેટલીક મંત્રના કરવામાં આવી હતી.

નરેશ પટેલે જણાવ્યું હતું કે હું હાર્દિક પટેલ સાથે જ છું અને હાર્દિક પટેલ ખૂબ જ સમજદાર વ્યક્તિ છે અને પાર્ટીમાં ચાલી રહેલી કેટલીક પ્રોબ્લેમ થોડા સમયમાં નિવારણ લાવવામાં આવશે.

24 એપ્રિલના દિવસે ખોડલધામના પ્રમુખ સાથે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર રાજકારણમાં પ્રવેશ આપવાની એક નવી શરૂઆત કરવામાં આવી હતી. આ મિટિંગમાં વિવિધ સમાજના આગેવાનો પણ જોવા મળ્યા હતા અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોકો દ્વારા આશા કરવામાં આવી રહી છે.

અંતે હાર્દિક પટેલ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે હાર્દિક પટેલનું કહેવું છે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ જાય તો તેમને કોંગ્રેસ સાથે રહેલ નારાજગી દૂર થઈ જશે અને વધુ જોશી ભાજપ સરકાર સામે લડવામાં તે તાકતવર બની જશે છે.

Leave a Reply

Your email address will not be published.