હાર્દિક પટેલે Whatsapp DP બદલ્યું, ખેસ ધારણ કરી ફોટો મૂક્યો

હાર્દિક પટેલ કે જેઓ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે તેઓ પાર્ટી સામે પોતાની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અને એ પછી ભાજપની પણ પ્રશંસા કરી રહ્યા છે, જેના કારણે તેમના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા છે. એવામાં હવે 23 એપ્રિલે હાર્દિક પટેલે વ્હોટ્સએપ ડીપી બદલ્યા બાદ આજે ફરી એમને DP બદલ્યું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે.

આ પહેલા હાર્દિક પટેલ વ્હોટ્સએપ, ફેસબુક અને ટ્વીટરમાં જે પ્રોફાઈલ પિક્ચર રાખ્યા હતા એ ત્રણેયમાં સરખાં હતાં. એમાં બ્લૂ બેકગ્રાઉન્ડ હોય, પોતાનો ફોટો હોય અને બાજુમાં કોંગ્રેસનો પંજો દોર્યો હોય. સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ. પણ હવે આ પ્રોફાઈલ પિક્ચર તેમને વ્હોટ્સએપમાંથી કાઢી નાખ્યું હતું અને એની જગ્યાએ 23 એપ્રિલે ફોર્મલ ફોટો આવી ગયો હતો.

એ બાદ આજે ફરી એમને વોટ્સએપનું પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે અને હવે એમનો કેસરી ખેસ સાથેનો ફોટો મુક્યો છે. જો કે હજી પણ ફેસબુક અને ટ્વિટરમાં તો પંજાવાળું પ્રોફાઈલ પિક્ચર જ છે, પણ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોઈ નવાજૂની કરવાના મૂડમાં છે અને એમને એની શરૂઆત એમના વ્હોટ્સએપમાં ડીપીથી કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે હિન્દુવાદી પાર્ટી જોઇન કરવા અંગે કહ્યું હતું કે આપણા રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજનેતા નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે અને હું તેની રોજ પૂજા કરું છું. મારા પિતાની પુણ્યતિથિએ 4000 ગીતા વહેંચીશ.

હાર્દિક પટેલ 11 દિવસ પહેલાં એક ખાસ વાતચીતમાં પોતાની પાર્ટીથી નારાજ હોવાની વાત કહી હતી અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું પ જણાવ્યું હતું. પણ એ દરમિયાન તેમણે એવો પણ અણસાર આપ્યો હતો કે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડી દેશે.

હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે એ મને બહુ ખરાબ અનુભૂતિ થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવાયાં નથી.

Leave a Reply

Your email address will not be published.