હાથ વગરની માતા પણ આ રીતે કરી રહી છે પોતાના બાળકની દેખભાળ

સોશિયલ મીડિયા પર ઘણીવાર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ જાય છે, જેને જોઈને દિલ ભરાઈ જાય છે. જેને જોઈને ખૂબ પ્રોત્સાહન પણ મળે છે. આવો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને મહિલાઓ અને પુરુષો પણ વધુ પ્રભાવિત થયા.

વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વિકલાંગ મહિલા અનેક પડકારો હોવા છતાં તેની બાળકીની સારી રીતે સંભાળ રાખે છે. વિડિયોમાં બેલ્જિયન કલાકાર સારાહ તાલબી બતાવવામાં આવી છે, જેનો જન્મ હાથ વગર થયો હતો. અસલમાં મહિલાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આ વીડિયો હજુ પણ વાયરલ થઈ રહ્યો છે.

સારા તાલબી ઘણીવાર તેના જીવન વિશે અપડેટ આપે છે. તમે વીડિયોમાં એ પણ જોશો કે તે હાથ વગર પણ પોતાની બાળકીની સંભાળ લઈ રહી છે. તે બાળક સાથે વ્યસ્ત છે. આ વિડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ મધર્સ ડે પર ટ્વિટર પર શેર કર્યો હતો.

આ વિડીયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું – સાચું જ કહેવાય છે કે માતાથી મોટો કોઈ યોદ્ધા નથી. બાળકોને પ્રેમ, પ્રેરણા અને સંસ્કારોનું સિંચન કરવા સક્ષમ બનાવનાર તમામ માતાઓને #mathersday પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!!

વીડિયોને સેંકડો લોકોએ પોતાના બાળકની સંભાળ રાખવા બદલ અને હાથ વગર પણ પોતાની આટલી સારી રીતે સંભાળ લેવા બદલ બહાદુર માતાને બિરદાવી હતી. એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે બાળક પોતે તેને પહેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણે ત્યાં તો કપડાં પહેરાવો તો કાઢી નાખે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.