હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે આ તારીખે ભારે વરસાદ

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં ખૂબ જ ઘટાડો થયો છે હવે રાજ્યમાં પ્રિમોન્સૂન ની શરૂઆત જોવા મળી રહી છે. ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કે ૨૫મી મેના દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી શકે છે તેમજ ચાર પાંચ દિવસ સુધી ગરમીનો પારો નીચે રહેશે તેમજ આગામી બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ જિલ્લામાં સામાન્ય વરસાદ જોવા મળશે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં થોડો ઓછો વરસાદ જોવા મળી શકે છે તેમજ અમદાવાદનું તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ જોવા મળે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસુ ખૂબ સામાન્ય રહેશે તેમ જ મે મહિનાના અંત સુધી ગરમી તેનું પ્રમાણ બતાવી શકે છે. તેમ જ સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે. ૨૬મી તારીખે કેરળમાં ચોમાસાનું આગમન જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા ૧૦ થી ૧૫ જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તેમજ 15 થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ શકે છે.

હવામાન વિભાગ દ્વારા નેતૃત્વમાં ચોમાસાની સૌપ્રથમ શરૂઆત જોવા મળી શકે છે. બંગાળની ખાડી અંદમાન નિકોબાર ટાપુ નો સમાવેશ થાય છે. સૌ પ્રથમ વરસાદ કેરળ કર્ણાટક તેમજ કેટલાક દરિયાઇ વિસ્તારમાં જોવા મળી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમ જ મધ્યભારતમાં ગરમીનું પ્રમાણ માં ઘટાડો જોવા મળી શકે છે. ગુજરાતમાં ગયા વર્ષે 32 ઇંચ જેટલો વરસાદ એટલે ૯૮ ટકા વરસાદ નોંધાયો હતો.

ચોમાસાની શરૂઆત પહેલાં જ કેટલાંક રાજ્યોમાં ખૂબ જ ભારે વિનાશ જોવા મળ્યો હતો બિહાર આસામ કર્ણાટક જેવા રાજ્યોમાં વીજળી પડવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી પરિસ્થિતિ મા આસામની સૌથી દર્દના એ પરિસ્થિતિ જોવા મળી હતી જેમાં નદીઓમાં પૂરના કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા હતા.

મળતી માહિતી મુજબ રાજ્યના 29 જિલ્લામાં લગભગ સાત લાખ બાર હજાર લોકો આ ઘટનાથી અસરગ્રસ્ત થયા હતા તેમજ 500થી વધુ લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું હતું અને સાડા ત્રણ લાખથી વધુ લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા.

શુક્રવારના દિવસે બિહારમાં વાવાઝોડું પડવાના કારણે 33 લોકોના મોત થયા હતા જેમાં નીતીશકુમાર અને નરેન્દ્ર મોદી દ્વારા શાંતવના પાઠવવામાં આવી હતી અને બિહાર સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકોને ચાર લાખ રૂપિયા ની જાહેરાત આપવામાં આવી હતી.

કર્ણાટકમાં ચોમાસા પહેલા ખૂબ જ ભારે હાહાકાર મચી ગયો છે જેમાં પાણી ભરાવાના કારણે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને બે લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા મદદ મોકલવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.