હવે નહીં મળે ફ્રીમાં કરિયાણું, નિયમોમાં થઈ રહ્યા છે બદલાવ જાણો શું ફરક પડશે.

આપણાં દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ આર્થિક રીતે નબળા હોય એવા પરિવારને મફતમાં કરિયાણું આપતી હોય છે. કોરોનાકાળથી કેન્દ્ર સરકારે પણ પ્રતિ વ્યક્તિ  કિલો ફ્રી કરિયાણું આપવાની યોજનાને પરમીશન આપી હતી. કોરોનાને લીધે સરકારે આ યોજનાના સમયને વધારી દીધો હતો.

સરકારના આ કામને લોકો દ્વારા ખૂબ પ્રસંશા મળી હતી. સરકારની આ સફળ યોજના પાછળ એક રસપ્રદ કહાની છે. કોરોના પર વિજય મેળવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ આ કાર્યને અદ્ભુત કહી શકીએ. કેન્દ્ર સરકારના આ કામમાં રાજ્ય સરકારે પણ ખૂબ સહકાર આપ્યો હતો.

જો રેશનકાર્ડ છે તમારી પાસે અને તમે તેમાંથી ફાયદો લો છો તો આ સમાચાર તમારી માટે જ છે. કેમકે હવે તેના નિયમમાં ઘણાબધા બદલાવ કરવામાં આવી રહ્યા છે. વાત એમ છે કે ફ્રીમાં કરિયાણું આપવા માટેની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. રસદ અને સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા જૂના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નવા નિયમ પ્રમાણે નવા અધિનિયમમાં આવનાર પરિવારને જ હવે ફ્રીમાં કરિયાણું મળશે. આની માટે તમારે તમારી નજીકની રેશનની દુકાને તમારું નામ લિસ્ટમાં ચેક કરાવવાનું રહેશે અને નામને નોંધવું પણ પડશે. જો તમે બધી શરત અને નિયમ અંતર્ગત પાસ થાવ છો તો તમને ફ્રીમાં રેશન મળશે. સરકાર દ્વારા નવા નિયમનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગએ દેશની 80 કરોડ જનતાને આ યોજનામાં જોડ્યા છે. આ લોકો હજી પણ ફ્રીમાં કરિયાણું લઈ રહ્યા છે. તેમાંથી અમુક લોકોને સિલેકટ કરવામાં આવશે. જએ લોકો આર્થિક રીતે સધ્ધર છે તેમને આમાંથી બાકાત કરવામાં આવશે અને આ લોકો પાસે 1 કિલોના 27 રૂપિયા વસૂલ કરવામાં આવશે.

આ નવા નિયમ પ્રમાણે જએ લોકોને ખરેખર જરૂરત હશે તેમને જ આ યોજનાનો લાભ મળશે. જે લોકો આમાં પાત્રતા નથી મેળવતા તેમનું નામ લિસ્ટમાં નહીં હોય. બધાનું લિસ્ટ અલગ અલગ જાહેર કરવામાં આવશે. તો હવે જોવું રહેશે કે સરકારનું આ નવું પગલું સફળ રહે છે કે નહીં. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published.