હવે વાયરલેસ વીજળી સપ્લાય દ્વારા ઘરે ઘરે પહોંચશે વીજળી. જાણો શું છે ખાસ.

અમેરિકાએ તાર એટલે કે વાયર વગર વીજળી સપ્લાય કરવાનો એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે. તેમાં વીજળીની આપૂર્તિ એટલે કે સપ્લાય કરવા માટે કોઈપણ ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ વાયરની જરૂરત નહીં રહે. આ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરવા માટે અમેરિકાએ એક કિલોમીટરથી વધારે દૂર 1.6 કિલોવોટ વીજળી સપ્લાય કરી છે.

વાયર વગર વીજળી સપ્લાય કરવા માટેનો વિચાર લગભગ 100 વર્ષ જૂનો છે. વિશ્વભરમાં ઘણા દેશમાં પણ વાયર વગર વીજળી સપ્લાય કરવા માટેના અનેક પ્રોજેક્ટ્સ પણ ચલાવવામાં આવ્યા છે, પણ કોઈપણને સંપૂર્ણ રીતે સફળ થયું નથી.

યુએસ નેવલ રિસર્ચ લેબોરેટરીએ મેરીલેન્ડમાં યુએસ આર્મી રિસર્ચ ફિલ્ડમાં માઇક્રોવેવ બીમનો ઉપયોગ કરી એક કિલોમીટર થી વધારે 1.6 કિલોવોટ વીજળી મોકલી શકાશે. આ પરિયોજનામાં શામિલ વૈજ્ઞાનિકએ જણાવ્યું કે તેના સિધ્ધાંત બહુ સરળ છે.

વીજળીને માઇક્રોવેવમાં પરિવર્તિત કરી શકાય છે, એ પછી રેકટેના એલિમેન્ટ થી બનેલ રિસીવર પર એક બીમમાં કેન્દ્રિત કરી કરવામાં આવશે. આ ખૂબ સરળ ઘટક છે જેમ એક આરએફ ડાયોડ સાથે એક એક્સ બેન્ડ ડાઈપોલ એન્ટિના હોય છે, જ્યારે માઇક્રોવેવ રેક્ટએના સાથે ભટકાશે તો એલિમેન્ટ કરંટ ઉત્પન્ન કરશે.

એડવાન્સ કોન્સેપ્ટ ગ્રૂપના વડા ક્રિસ્ટોફર રોડેનબેકની આગેવાની હેઠળની NRL ટીમને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા સલામત અને સતત પાવર બીમિંગ-માઈક્રોવેવ (SCOPE-M) પ્રોજેક્ટ વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

તેમનું મિશન આવી ટેક્નોલોજી અને તેની વ્યવહારિકતાને શોધવાનું હતું. શરૂઆતમાં શંકા હોવા છતાં, માઇક્રોવેવ બીમિંગ આશ્ચર્યજનક રીતે કાર્યક્ષમ સાબિત થયું છે, તેમણે જણાવ્યું હતું. આવી સ્થિતિમાં આ ટેકનિક પર આગળ કામ કરવામાં આવશે.

1890ના દશકમાં સૌથી પહેલા ટેસ્લાએ જ વાયર વગર પાવર સપ્લાયની કલ્પના કરી હટી. તેની માટે તેમણે ‘ટેસ્લા કોઈલ’ નામની એક ટ્રાન્સફર્મર સર્કિટ પર કામ કર્યું હતું, જે વીજળીને ઉત્પન્ન કરી શક્યું હોત, પણ તે આ સાબિત કરી શક્યા નહીં કે લાંબી દૂરી પર વીજળીના એક બીમને નિયંત્રિત કરી શકે છે. ત્યારથી જ દુનિયભરના વૈજ્ઞાનિક આજ સુધી વાયર વગર વીજળી બનાવવા માટેની અલગ અલગ રીત શોધવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published.