હીરો કરશે ભારતમાં ઈ-બાઈક લોન્ચ, હવે બાઈક થશે પહેલા કરતા પણ સસ્તી…

મોંઘવારીની સાથે-સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે ત્યારે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં સૌથી વધારે માઇલેજ ધરાવતી અને વેચાણ થયેલ બાઈકમાં હીરો સ્પ્લેન્ડર નું નામ સૌથી પહેલું છે કારણકે, આ બાઇકની કિંમત અને જાળવણી નો ખર્ચો ખૂબ જ ઓછો છે. તેથી સામાન્ય લોકોના બજેટમાં આ બાઈક ખૂબ જ સારી છે પરંતુ, પેટ્રોલનો ભાવ વધવાને લીધે લોકો વાહન ચલાવતા પહેલાં ઘણો વિચાર કરે છે. આવામાં એક સારા સમાચાર મળી રહ્યા છે.

વીજળી પર ચાલશે સ્પ્લેન્ડર :

હીરો સ્પ્લેન્ડર માટે હવે EV કન્વર્ઝન કીટ લોન્ચ થઈ ચૂકી છે જેથી પેટ્રોલ નો ખર્ચ થી બચી શકાય છે. મહારાષ્ટ્રના થાણે માં આવેલી સ્ટાર્ટઅપ કંપની GoGoA1 એ આ કન્વર્ઝન કીટ લોન્ચ કરી છે અને આરટીઓ તરફથી પણ તેને મંજૂરી મળી ગઈ છે. જેની કિંમત આશરે ૩૫,૦૦૦ રૂપિયા જેટલી છે.

એક વખત ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલશે ?

જોકે કન્વર્ઝન કીટ તેમજ બેટરી ની ટોટલ કિંમત ૯૫,૦૦૦ રૂપિયાની થશે. એક ચાર્જ પછી ૧૫૧ કિલોમીટર સુધી ચાલશે એવું કહેવામાં આવે છે. આ સાથે કન્વર્ઝન કીટ ઉપર ત્રણ વર્ષની વોરંટી પણ આપવામાં આવશે.

ઇલેક્ટ્રિક વાહન નું વેચાણ વધ્યું :

એક આશ્ચર્યની વાત એ છે કે દેશમાં સૌથી લોકપ્રિય કંપનીઓએ પણ ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી નથી. ત્યારે એક સ્ટાર્ટઅપ કંપની GoGoA1 એ લોકોના પૈસા બચાવવા માટેનો એક સારો વિકલ્પ ખોલ્યો છે. પરંતુ આવતા ટૂંક સમયમાં હીરો, બજાજ, હોન્ડા વગેરે જેવી લોકપ્રિય કંપનીઓ પણ ઈલેક્ટ્રીક ટુ વ્હીલર લોન્ચ કરશે.

દેશમાં રિવોલ્વર ઇલેક્ટ્રિક બાઈક ની સાથે ઘણી નાની મોટી કંપનીઓ ઈલેક્ટ્રીક સ્કૂટર નું વેચાણ પણ શરૂ કરી દીધું છે. આ સ્કૂટર નું બમ્પર વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ગોવાની એક સ્ટાર્ટઅપ કંપની માં જૂના સ્કૂટરને ઈલેક્ટ્રીક સ્કૂટર માં રૂપાંતર કરવા માટે પણ શરૂઆત કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *