” હું કપડાં પહેરુ કે ન પહેરુ, તમારે એનાથી શુ?” રેપની ધમકી મળવા પર બોલી આ એક્ટ્રેસ

ટીવી જગતની જાણીતી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ હંમેશા તેના અતરંગી આઉટફિટના કારણે હેડલાઇન્સમાં રહે છે. તો, તેના લુકને કારણે, ઉર્ફીને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ઉર્ફી વિશે સમાચાર મીડિયા પર પ્રકાશિત થતા રહે છે. આ અંગે ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ગુસ્સો કાઢ્યો છે. તેણે કહ્યું કે તેને રોજ દુષ્કર્મની ધમકીઓ મળતી રહે છે.

ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે સતત થઈ રહેલી બુલિંગ, ટ્રોલિંગ ક્યારેક મને ક્રેઝી કરી દે છે. હું ખૂબ રડું છું, પરંતુ મને લાગે છે કે જીવન ચાલતું રહે છે. તમારે ફક્ત તમારી સંભાળ લેવાની છે, જેઓ તમને સમજી શકતા નથી તેઓ કાળજી લેતા નથી. .

તેને આગળ કહ્યું કે આમ તો હું ઠીક છું, પરંતુ આજે એક ખૂબ જ વિચિત્ર દિવસ છે, જ્યાં મને હાર માની લેવાનું મન થાય છે. મને ધિક્કાર, ગાળો, ટ્રોલ, બુલિંગ, બળાત્કારની ધમકીઓ, જાનથી મારી નાખવાની ધમકીઓ, શું નથી મળતું. એ સાથે ઉર્ફી જાવેદે એક અન્ય પોસ્ટ શેર કરતા લખ્યું છે કે આ પોસ્ટ છે જેના કારણે હું તમને લોકોને યાદ કરું છું. એમને જે મારા માટે કમેન્ટ લખી છે એને વાંચો.

અગાઉ, મીડિયા પરના સમાચારોને લઈને ઉર્ફીએ કહ્યું હતું કે જો તમે મારા વિશેના લેખો વાંચો છો, તો તે ઉર્ફી જાવેદે અશ્લીલતાની હદ વટાવી દીધી, નગ્ન ઉતરી આવી જેવીછે. અમે મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ વિશે ક્યારે વાત કરવાનું શરૂ કર્યું? તો પછી મારા અન્ડરગાર્મેન્ટ્સ વિશે કેમ લખો છો ભાઈ? મેં ચડ્ડી, બ્રા પહેરી નથી, તો તેનો અર્થ શું છે? તમે તમારી ચડ્ડી પહેર્યા છે ને તો એનું ધ્યાન રાખો, ? આ સાથે ઉર્ફીએ લોકોને ઉગ્ર ઠપકો આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.