ઈન્ટરનેટ પર ફોજી દીકરા અને માતાની તસવીર જોઈને લોકો થઈ ગયા ઈમોશનલ, લોકોએ કોમેન્ટ કરી માં તુજે સલામ

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો આવે છે જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. પરંતુ જ્યારે પણ માતા સાથે જોડાયેલી કેટલીક વાતો સામે આવે છે ત્યારે તે આપણને ભાવુક કરી દે છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે તમારી માતાને ગળે લગાવી જશો. કારણ કે આ વિડીયો હાસ્ય લાવશે કે નહી, તે તો ખબર નથી પણ તે તમને ભાવુક જરૂર કરી દેશે.

કહેવાય છે કે માતાને પોતાના કરતાં બાળકોમાં વધુ વિશ્વાસ હોય છે. આ વિશ્વાસ તેમને કંઈપણ કરવાની હિંમત આપે છે અને તે કરવા માટે પ્રેરિત કરે છે. માતાના પ્રેમ અને બલિદાનની કોઈ મર્યાદા નથી. આને લગતી એક હૃદયસ્પર્શી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે એક સૈનિક પોતાની ફરજ માટે પાછો જઈ રહ્યો છે, જ્યારે તેની માતા તેને બંધ ગેટની પાછળ જોઈને તેના આંસુ લૂછી રહી છે. આ હૃદયસ્પર્શી તસ્વીર એક હજાર શબ્દોની કિંમતની છે અને તે માતા દ્વારા કરવામાં આવેલ સર્વોચ્ચ બલિદાનનું યોગ્ય પ્રદર્શન છે.

વાયરલ થઈ રહેલી તસવીર લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ (નિવૃત્ત) દ્વારા તેમના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવી છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે, મેં લગભગ ત્રણ દાયકા પહેલા મારી માતાને ગુમાવી હતી, પરંતુ હું તેને દરેક સૈનિકની માતામાં જોઉં છું. હું તેને ભારત માતામાં જોઉં છું. મા તુઝે સલામ સમાચાર લખાય છે ત્યાં સુધી તેને 32 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને ત્રણ હજારથી વધુ લોકોએ રિટ્વીટ દ્વારા આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

આ તસવીર જોયા બાદ એક યુઝરે લખ્યું કે, ‘ આ ત્યાગ ફક્ત એક માતા જઆપી શકે છે.’ તો અન્ય એક યુઝરે લખ્યું, ‘માતા પુત્રને છોડીને રડે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ તસવીર બીજું કંઈ નથી પરંતુ બલિદાનનું પ્રતિક છે.’ આ સિવાય બીજા ઘણા લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.