IPL ફાઇનલ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાશે ખૂબ જ મોટો કાર્યક્રમ, રણવીર સિંહ ,આમીરખાન સહિત 300 કલાકારો પોતાનું પરફોર્મ કરશે

આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમમાં રમવાની છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેટલાક મોટા બોલીવુડ કલાકાર જોવા મળી શકે છે જેમાં રણવીર સિંહ , આમિર ખાન, એ આર રહેમાન વગેરે. આઈપીએલની ફાઈનલ મેચ ગુજરાતમાં હોવાના કારણે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ખુશી નું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને લોકો ફાઇનલ ને ટિકિટ મેળવવા માટે ખૂબ જ દોડધામ કરી રહ્યા છે. જેના કારણે હોટલ બુકીંગ અને ફ્લાઇટ બુકિંગ માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.


આઈપીએલની ફાઈનલ મેચ ૨૯મી તારીખે પ્રથમવાર અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં થશે. મળતી માહિતી મુજબ આ ગ્રાઉન્ડમાં સવા લાખથી પણ વધુ પબ્લિક જોવા મળી શકે છે આ વિશ્વનું સૌથી મોટું ગ્રાઉન્ડ ૨૭મી તારીખે ક્વોલિફાય ટુ જોવા મળી શકે છે. આ મહત્ત્વપૂર્ણ મુકામ રહેશે કારણ કે જે ટીમ મેચ જીતશે તે આપણને ફાઇનલમાં જોવા મળશે. મેચ બાદ પચાસ મિનિટનો પૂર્ણાહુતિ સમારંભ યોજવામાં આવવાનો છે જેમાં ૩૦૦ કલાકારો ભાગ લીધો છે. તેમજ બોલીવૂડના કેટલાક સેલિબ્રિટી પણ આ મેચ દરમિયાન આપણને નજર આવી શકે છે.

મળતી માહિતી મુજબ એ.આર.રહેમાન આમે તમે પોતાનું પરફોમન્સ આપી શકે છે અને રણવીર દ્વારા પોતાનું ડાન્સ પરફોર્મન્સ આપીને લોકોને મજા કરાવતા નજર આવી શકે છે. તેમજ આ વર્ષે ગુજરાતની પણ ટીમ ફાઇનલમાં પહોંચ્યો આજે ગુજરાતીઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

સમગ્ર ભારત માંથી લોકો આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે આવવાના કારણે અમદાવાદની હોટલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. અને લાઇટના ભાડામાં પણ તાત્કાલિક ધોરણે વધારો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ ફલાઇટ ભાડા ડબલ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.