જડમૂળ થી ગાયબ થશે ધાધર, ખરજવું કે ખંજવાળ ની સમસ્યા, અપનાવો આ દેશી ઘરેલુ ઉપચાર

ગરમીના સમયમાં ત્વચા સંબંધિત રોગ એટલે કે દાદર, ખરજવું, ખંજવાળ થાય તે સામાન્ય વસ્તુ છે. પરંતુ આ તકલીફ તો એકવાર થઇ જાય તો તેનાથી પીછો છોડાવવો મુશ્કેલ થઈ જાય છે. ત્વચા સંબંધી સ્વચ્છતાનો અભાવ રાખવાથી આવી સમસ્યાઓ થઇ જાય છે. આ સમસ્યા થાય પછી ત્વચા ઉપર કાળા ડાઘ પડી જાય છે. ખાસ કરીને શરીરના ગુપ્ત ભાગ ઉપર આ તકલીફ વધારે થાય છે.

ખરજવું થાય તેના કારણે ખૂબ જ તકલીફ પડે છે. ખરજવું શા માટે થાય છે તેનું કારણ આમ તો જાણી શકાતું નથી તેથી જ તેને મટાડવા માટે કઇ દવા નો ઉપયોગ કરવો તે પણ સમજાતું નથી. વળી કેટલીક વખત ખરજવું થાય છે અને થોડા જ સમયમાં ફરીથી મટી જાય છે અને વળી ત્વચા પર ખરજવા દેખાવા લાગે છે. વારંવાર થતાં ખરજવામાં ખંજવાળ આવે છે અને આજુબાજુ ફોડલીઓ થવા લાગે છે.

આ તકલીફમાંથી કાયમી મુક્તિ મળી શકે છે. ખરજવાની અંગ્રેજીમાં એક્ઝિમા કહેવાય છે તેની ખંજવાળ ખૂબ જ ખતરનાક હોય છે કારણ કે તે ચામડી ઉપર વધતું જાય છે અને ખંજવાળ અને દુખાવો પણ વધતો જાય છે. સામાન્ય રીતે ખરજવું કેમિકલયુક્ત પ્રોડક્ટના ઉપયોગના કારણે થાય છે. આ સિવાય કબજિયાત અને માસિકની સમસ્યા ના કારણે પણ ખરજવું થઈ શકે છે. વળી કેટલાક લોકોને ખાસ પ્રકારના કપડાં પહેરવાથી પણ ખરજવું થાય છે.

ખરજવું સુકું અને લીલું એમ બે પ્રકારનું હોય છે. સૂકું ખરજવું થાય ત્યારે ત્વચા ડ્રાય થઇ જાય છે. ત્વચામાં જરાપણ ચીકાશ રહેતી નથી અને ખરજવામાં ખૂબ જ ખંજવાળ આવે છે. ધીરે ધીરે ચામડી કાળી અને ખરબચડી થઈ જાય છે. આ સમસ્યાને ડ્રાય એક્ઝિમાં પણ કહેવાય છે. જ્યારે લીલા ખરજવામાં ચામડી ઉપર ચીકણું પ્રવાહી દેખાયા કરે છે. ખરજવું થયું હોય ત્યાંથી આ પ્રવાહી નીકળતું હોય તેવું લાગે. ખરજવું સંતાનોને પણ વારસામાં મળી શકે છે.

ખરજવું સૌથી વધારે માથામાં ગળામાં, કોણી ના અંદર ના ભાગમાં, ઘૂંટણની અંદરના ભાગમાં અને ગુપ્તાંગ માં વધારે થાય છે. ઘણા લોકોને શિયાળા દરમિયાન ત્વચા ખૂબ જ સુખી થાય છે અને ધીરે ધીરે એ જગ્યા ઉપર ખંજવાળ આવવા લાગે છે. સતત ખંજવાળ કરવાથી ત્યાં ખરજવું થઈ જાય છે. જો ખરજવુ વધી જાય તો તેમાંથી લોહી પણ નીકળી શકે છે.

ખરજવું થયું હોય તો શક્ય હોય ત્યાં સુધી સાબુ અને શેમ્પૂ નો ઉપયોગ ઓછો કરવો. આ સિવાય કેમિકલયુક્ત વસ્તુઓ પણ ત્વચા ઉપર ન લગાડવી. સ્નાન કર્યા પછી શરીર ઉપર નાળિયેરનું તેલ લગાડવું. એવું માનવામાં આવે છે કે ખરજવાનો દર્દી જો દરિયામાં નહાય તો તેને લાભ થાય છે.

આ સિવાય ધાધર ખરજવા માંથી રાહત મેળવવા માટે લીમડાના થોડા પાનને પાણીમાં ઉકાળી લેવું અને આ પાણીથી સ્નાન કરવું. આ સિવાય તમે દાડમના પાનની પેસ્ટ પણ ધાધર ખરજવા ની જગ્યાએ લગાડી રે રાહત મેળવી શકો છો. ખજૂર અથવા ખારેક માંથી નીકળતા ઠળિયાને બારી અને તેની રાખ બનાવી લેવી આ રાખને કપૂર અને હીંગ સાથે ઉમેરીને ખરજવા ઉપર લગાવવું જોઈએ.

કેળાના પલ્પમાં લીંબુનો રસ ઉમેરીને ધાધર થઇ હોય તે જગ્યાએ લગાવવાથી આરામ મળે છે. સિંધાલૂણ માં ગાજરને ઉમેરીને પેસ્ટ બનાવી લેવી આ પેસ્ટને ખરજવા ઉપર લગાડવી જોઈએ. કાચા બટેટાના રસના કાઢીને ખરજવા ની જગ્યાએ લગાડવાથી ખરજવું મટે છે.

ગાજર ની પેસ્ટ બનાવી તેમાં થોડું મીઠું ઉમેરીને ગરમ કરી લેવું આ પેસ્ટને ખરજવા ઉપર લગાવી. તુલસીના પાનને સીસમ ના પાન સાથે વાટીને રોજ રાત્રે ખરજવા ઉપર લગાવી.

કડી ચૂનો અને પાપડખાર ને પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી રાહત મળે છે. તાંદળજાની ભાજીનો રસ કાઢીને સાકર ઉમેરી તેને ખરજવા ઉપર લગાવવું જોઈએ. ડુંગળીનો રસ ખરજવા પર લગાડવાથી પણ ખરજવું મટે છે. બાફેલુ બટેટુ ગરમ હોય ત્યારે ખરજવા ઉપર લગાડવાથી રાહત મળે છે. ખંજવાળ આવતાં ખરજવામાં તુલસીનો રસ લગાડવાથી પણ રાહત મળે છે. આખા શરીરમાં જ્યારે ખંજવાળ આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવી જોઈએ.

ખરજવા ઉપર ગાયનું છાણ લગાડીને પાટો બાંધી રાખવાથી ખરજવું કાયમ માટે મળે છે. આ ઉપાયોને નિયમિત રીતે દસ દિવસ કરવાથી રાહત થવા લાગે છે. ખરજવા ને મટાડવા માટે કોપરેલ અને લીંબુના રસને ઉમેરીને માલિશ કરવાથી પણ રાહત થાય છે. દહીમાં રાઈને વાટીને ખરજવા ઉપર લગાડવાથી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published.