જાહ્નવી કપૂરે પહેર્યો એવો ડ્રેસ, વિડીયો અને ફોટા જોઈને લોકો રોષે ભરાયા

ઉર્ફી જાવેદ પોતાની અજીબોગરીબ ફેશનને કારણે ચર્ચામાં રહે છે. હવે જ્હાન્વી કપૂર પણ તેના આઉટફિટને કારણે ચર્ચામાં આવી છે અને ટ્રોલ્સના નિશાના પર પણ છે. જ્હાન્વી ગઈકાલે રાત્રે તેની ખાસ મિત્ર અનન્યા પાંડે અને તેની કઝીન શનાયા કપૂર સાથે ડિનર પર ગઈ હતી.

આ ત્રણેય મુંબઈની એક જાણીતી જાપાનીઝ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચી હતી. આ દરમિયાન જ્હાન્વી કપૂરના આઉટફિટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હવે જ્હાન્વીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જ્યારે જ્હાનવી કપૂર અનન્યા અને શનાયા સાથે ડિનર માટે પહોંચી ત્યારે ફોટોગ્રાફર્સે તેમની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કરી લીધા હતા. બોલિવૂડ સેલેબ્સના ફોટા અને વીડિયો લેનારા પાપારાઝી વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહ્નવીની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. હવે આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો યુઝર્સ જ્હાન્વીને આવા ડ્રેસમાં જોઈને ગુસ્સે છે.

આ વીડિયો અને તસવીરો જોયા બાદ લોકો જ્હાન્વી કપૂરને ખરી ખોટી કહી રહ્યા છે. જ્હાન્વીનો રિવિલિંગ ડ્રેસ જોઈને ઘણા લોકો તેના પર ભડકી રહ્યા છે. ઘણા યુઝર્સે જ્હાન્વીની સરખામણી ઉર્ફી જાવેદ સાથે પણ કરી હતી.

એક યુઝરે લખ્યું, ‘ટોપ કલાસ વર્ઝન ઓફ ઉર્ફી જાવેદ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ઉર્ફીની અસર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.’ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જ્હાન્વીને ઘણી વખત તેના ડ્રેસના કારણે ટ્રોલીંગનો શિકાર બનવું પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published.