જમ્મુના સુંજવાનમાં આતંકી હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા, એક જવાન શહીદ, 4 ઘાયલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં બે દિવસ પહેલા થયેલા હુમલામાં આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદ સંગઠનને નાશ કરવામાં આવ્યો છે અને સુરક્ષાકર્મીઓ દ્વારા પાકિસ્તાનના આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. તેમજ આ લડાઈમાં સીઆઈએસએફના એક અધિકારી સહિદ થઈ ગયા છે. અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ જ વધુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગોળીબારી અને બોમ્બ વિસ્ફોટ થતાં જોવા મળ્યો છે.

આતંકીઓ દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા

જમ્મુમાં શુક્રવારના દિવસે આપણા જવાનો ઉપર ખૂબ જ મોટો હુમલો થયો. મીડિયા રિપોર્ટ અનુસાર ઘાતક હથિયારો દ્વારા આપણા જવાનો ઉપર જેસે મોહમ્મદ ના સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

ભારતીય જવાનોએ ફરી કરી બતાવ્યું

સીઆઈએસએફના ડીઆઈજી મુખ્ય અનિલ પાંડે કહ્યું ઘટના સ્થળ ઉપર સીઆઈએસએફના જવાનોએ તરત જ કાર્યવાહી કરી હતી અને તાત્કાલિક ધોરણે હુમલાનો જવાબ આપ્યો હતો જેના કારણે આતંકવાદીના એરીયામાં રહેલા કેટલાક લોકો ત્યાં ને ત્યાં માર્યા ગયા હતા. જો આ લોકો ઉપર હુમલો કરવામાં નહીં આવ્યો હોત તો તે ભારતમાં આવીને ખૂબ જ નુકસાન કરવાના ઈરાદા માં હતા.

હુમલામાં માર્યા ગયા બે આતંકવાદી

સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલા હુમલામાં બે આતંકવાદીઓને ઘટના સ્થળ ઉપર જ મારી નાખવામાં આવ્યા છે તેમજ એક અધિકારીએ જણાવ્યું છે કે બસમાં સવારે 15 સીઆઈએસએફના જવાનો પોતાની નોકરી કરીને ઘરે જતા હતા તે સમયે અચાનક જ બોમ્બ અને ગોળીબાર શરૂ કરવામાં આવી. ત્યારે બસ ડ્રાઈવર ઘટનાસ્થળ ઉપર થી ભાગી ગયો હતો પરંતુ ભારત સરકારની આર્મીએ પરિસ્થિતિને સારી રીતે સંભાળી લીધી હતી.

આ સીઆઇએસએફ ના જવાન નું મૃત્યુ થયું

આ હુમલો ખૂબ જ ગંભીર હતું તેમજ ઉપ નિરીક્ષક એસ પી પટેલ જે 58 વર્ષે શહીદ થઈ ગયા છે તેમજ કેટલાક લોકો ઘટના સ્થળ પર ઘાયલ થયા છે. આ પટેલ મધ્યપ્રદેશ ના રહેવાસી હતા.

Leave a Reply

Your email address will not be published.