જંગલી બિલાડીઓની જેમ લડશે બા, બરખા અને રાખી, કપાડીયા પરિવારમાં પડશે ભાગલા

સિરિયલ ‘અનુપમા’ની વાર્તા શાહ અને કાપડિયા પરિવારમાં ફસાયેલી રહી છે. નવા લગ્ન બાદ રોમાન્સ કરવાને બદલે તે ઘરના ઝઘડાઓને સંભાળી રહી છે.અનુપમાના પિયરીયા અને સાસરિયાઓ તેના માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

તમે અત્યાર સુધી સીરિયલ ‘અનુપમા’માં જોયું હશે કે અનુપમા અને અનુજ કિંજલના બેબી શાવરની તૈયારી કરવા શાહ પરિવારમાં રહે છે. અનુજ અને અનુપમા પરિવારને તેમના કામકાજમાં મદદ કરે છે. બીજી બાજુ, બા ફોન કરીને વનરાજ અને કાવ્યાને બધું કહી દે છે. દરમિયાન, અનુપમાની વાર્તામાં વધુ એક હંગામો થવાનો છે.

ગૌરવ ખન્ના રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેની સુપરહિટ સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં તમે જોશો, બરખા કિંજલના બેબી શાવરમાં જવાની ના પાડી દેશે. જે બાદ અનુજનો ભાઈ બરખા પર ગુસ્સે થઈ જશે.

સારા તેની માતાને ખોટી કહેશે. આટલું જ નહીં સારા અધિકને પણ નિશાન બનાવશે. અધિક બરખાને પાર્ટીમાં જવા માટે સમજાવશે. બરખાનો પરિવાર બાપુજીનું આમંત્રણ સ્વીકારશે. બા, અનુપમા, રાખી અને બરખા કિંજલના બેબી શાવર વિશે ચિંતિત છે. આ ચાર સુંદરીઓ પોતાને વચન આપશે કે તેઓ તેમનું અપમાન નહીં થવા દે. બીજી તરફ અનુપમાને પાખી અને અધિકના સંબંધો પર શંકા જશે.

બરખા તેના સમગ્ર પરિવાર સાથે શાહ હાઉસ પહોંચશે. શાહ હાઉસ પહોંચતા જ બા બરખાનું અપમાન કરવા લાગશે. બા ઘરની બહાર બરખાના સેન્ડલ ઉતારશે. તે પછી બા બરખાને પણ ઉગ્ર ટોણા મારશે. બીજી તરફ, બરખા અને રાખી દવે પહેલીવાર આમને-સામને થશે.

Leave a Reply

Your email address will not be published.