જાણો ભારતના રાષ્ટ્રપતિને દર મહિને કેટલો પગાર મળે છે? તેમને આપવામાં આવતી સુવિધાઓ જાણીને ચોંકી ઉઠશો

ચૂંટણીપંચ દ્વારા ગુરુવારના દિવસે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 18 જુલાઈના દિવસે આ ચૂંટણી યોજવામાં આવશે જેની મતગણતરી ૨૧ જુલાઇના દિવસે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ  નો કાર્યકાળ ૨૪ જુલાઈએ પૂર્ણ થઇ રહ્યો છે. ત્યાર બાદ આગામી રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નામ જાહેર કરવામાં આવ્યું નથી.

આજે અમે તમને રાષ્ટ્રપતિના પદ સાથે જોડાયેલ કેટલાક ચોંકાવનારા તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્રપતિ ભારત દેશના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ને સમગ્ર ભારત દેશના હથિયારોની જવાબદારી આપવામાં આવે છે. ભારત દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે. જેમાં સંસદના બંને ગૃહો દરેક રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.

ભારત દેશના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. ભારતમાં રાષ્ટ્રપતિ ભવન દુનિયાનું સૌથી મોટું રાષ્ટ્રપતિ ભવન છે. રાષ્ટ્રપતિ નો પગાર ભારત ના સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ નો પગાર પાંચ લાખ રૂપિયા એક મહિનાનો હોય છે. તેમજ તમને અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવન આધુનિક સુવિધાઓથી બનાવેલ છે જેમાં 300 થી વધુ રૂમ આવેલા છે.ભારતના રાષ્ટ્રપતિને જીવનભર મેડિકલ સેવા ફ્રીમાં આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિને મર્સિડીઝ કાર આપવામાં આવે છે. આ કાર સંપૂર્ણ રીતે બુલેટ પ્રૂફ હોય છે.

ભારતના રાષ્ટ્રપતિ રિટાયરમેન્ટ બાદ અનેક સુવિધા ના હકદાર હોય છે.

150000 દર મહિને પેન્શન આપવામાં આવે છે.રાષ્ટ્રપતિના પત્નીને દર મહિને 30 હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા તેમને એક બંગલો આપવામાં આવે છે. તેમજ ભારત સરકાર દ્વારા તેમને એક મોબાઇલ આપવામાં આવે છે. તેમજ તેમના કર્મચારી ના પગાર પેટે ભારત સરકાર 60,000 રૂપિયા પ્રતિ વર્ષ આપે છે. રાષ્ટ્રપતિને હવાઈ તેમજ ટ્રેન માર્ગ એક પરિવારના સભ્ય સાથે ફ્રી માં ટિકિટ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.