જાણો હાલમાં શું કરી રહ્યો છે હર્ષદ મહેતા નો પરિવાર, અત્યારનું તેનું કામ જાણીને ચોંકી જશો

એવું કહેવાતું હતુ કે હર્ષદ મહેતા જે વસ્તુને હાથ અડાડતો હતો તે વસ્તુ સોનું બની જતી હટી અને એ સમયે તેને સ્ટોક માર્કેટનો અમિતાભ બચ્ચન અને બિગ બુલ કહેવામાં આવે છે. હર્ષદ મહેતાને સ્ટોક માર્કેટની સમજ તો હતી જ પણ તેની લાલચને લીધે તે આગળ વધવા માટએ ગોટાળા અને દગો કરે છે જે એક બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. હર્ષદ મહેતાએ બેન્કના લૂપહોલનો બરાબર ફાયદો ઉઠાવ્યો હતો. તેનાથી તેમણે ઘણા બધા પૈસા બેન્ક પાસેથી લઈને શેર માર્કેટમાં લગાવી દીધા હતા.

જો કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની જર્નલિસ્ટ સુચેતા દલાલને આ વાતનો અંદાજ આવી જાય છે પછી 23 એપ્રિલ 1992એ સુચેતાએ આ આખા સ્કેમને પોતાના રિપોર્ટમાં છાપી દીધું અને પછી જ્યારે બધી હકીકત સામે આવે છે ત્યારે જે સ્ટોક માર્કેટ એ જેટલી ઝડપથી ઊંચે ગયું હતુ તેનાથી વધુ સ્પીડમાં માર્કેટ નીચે આવી ગયું હતુ. એ સમયે જેટલા પણ લોકો હર્ષદ મહેતાને ફોલો કરતાં હતા તેઓને ઘણું નુકશાન થયું હતુ. એટલું જ નહીં દિલ્હી સુધી આ બધી વાતોની અસર દેખાઈ હતી. આ પછી આ scamની તપાસ કરવા મટે ટીમ બનાવવામાં આવે છે અને 1992માં સીબીઆઇએ હર્ષદ મહેતાને ગિરફતાર કરી લેવામાં આવે છે.

આ સાથે આ કૌભાંડમાં તેને સાથ આપનાર તેના ભાઈ અશ્વિનને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને રૂસ્તમ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હર્ષદ મહેતા પર બત્તેર ફોજદારી આરોપો મૂકવામાં આવ્યા હતા. તેની સાથે જ તેની સામે લગભગ 600 સિવિલ કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ મહિના પછી હર્ષદ મહેતાને અને તેના ભાઈને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

હર્ષદ મેહતાના મૃત્યુ પછી તેમની પર ચાલતા બધા જ કેસ બંધ નથી થતાં, પણ તેમની પત્ની અને પરિવારએ આ કેસ અનેક વર્ષો સુધી ચાલ્યો હતો. હર્ષદની પત્નીનું નામ જ્યોતિ મેહતા છે અને તેમના ભાઈનું નામ અશ્વિન મેહતા છે. તેમનો એક દીકરો પણ છે જેનું નામ આતુર મેહતા છે. શું તમને ખબર છે હાલમાં તેમનો પરિવાર કયા છે અને કેવી હાલતમાં છે.

હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતાએ લગભગ 27 વર્ષ સુધી કોર્ટમાં કેસ લડ્યો અને ફેબ્રુઆરી 2019માં કોર્ટે તેમને મોટી રાહત આપી. કોર્ટે હર્ષદ મહેતા પરના 2.014 કરોડના ટેક્સને દૂર કર્યા છે. હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતા અને ભાઈ અશ્વિન મહેતા માટે આ મોટી રાહત હતી.

જ્યોતિ મેહતાએ એક સ્ટોક બ્રોકર કિશોર જાનનીને અને ફેડરલ બેન્કની સામે પણ કેસ કર્યો હતો જેમાં તેઓ જીત્યા હતા. તેમથી 6 કરોડ રૂપિયા હર્ષદ મેહતાને આપવાના હતા. કોર્ટે આદેશ આપ્યો કે જ્યોતિ મેહતાને તે પૈસા આપવામાં આવે આ સાથે એકવર્ષના 18 ટકા લેખે વ્યાજ પણ આપવાનો આદેશ આપે છે.

હર્ષદ મેહતાના ભાઈ અશ્વિન મેહતાએ લૉની ડિગ્રી લીધી છે. તેઓ મુંબઈ હાઇકોર્ટની સાથે સાથે સુપ્રીમ કોર્ટેમાં પણ તેમણે પ્રેક્ટિસ કરી છે. તેમણે હર્ષદ મેહતાના ઘણા કેસ લડ્યા હતા અને તેમના તરફથી લગભગ 1700 રૂપિયાની ચુકવણી પણ કરી હતી. હર્ષદ મેહતાના દીકરા આતુર મેહતા એ એક બિઝનેસ મેન છે. પણ તેઓ લાઇમલાઇટમાં આવવાનું પસંદ કરતાં નથી. આ જ કારણ છે કે આજસુધી મીડિયાને તેમનો ઇંટરવ્યૂ પણ મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.