જાણો કેમ પીએમ મોદી આવું બોલ્યા, મેં આ ઉદ્ઘાટન તો કર્યું છે છતાં હું એમ ઈચ્છું છું કે અહીં કોઈના આવે આ જગ્યા ખાલી જ રહે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે આટકોટમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધી હતી.

તેમજ નરેન્દ્ર મોદીનું કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે તે હજુ પણ લોકોની સેવા કરવા ઈચ્છે છે અને સેવા કરવાથી તે પોતે ધન્ય અનુભવે છે.

હોસ્પિટલના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ને જીવનમાં હોસ્પિટલમાં જવું ના પાડે અને સ્વસ્થ રીતે પોતાનું જીવન પસાર કરે તેવી મારી ભગવાન જોડે પ્રાર્થના છે. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજજ બનાવવામાં આવી છે. સ્થાનિક લોકોને અહીંયા પુરી સારવાર મળી રહેશે.

સૌપ્રથમ હોસ્પિટલનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જનમેદનીને સંબોધતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર આવ્યા હતા તે સમયે કિર્તીદાન ગઢવી દ્વારા વડાપ્રધાનને ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર ઊભા થયા ત્યારે સમગ્ર લોકો તેમને માન આપવા માટે પોતાની ખુરશીમાંથી ઉભા થઇ ગયા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ હોસ્પિટલ બનાવવા માટે લગભગ ૪૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચો થઈ ચૂક્યા છે અને હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજજ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં આશરે ૨૦૦ બેડની સુવિધા કરવામાં આવી છે. આ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ aims હોસ્પિટલ બરાબર બનાવવામાં આવી છે. તેમજ આ હોસ્પિટલમાં દર્દીઓને ઓછા ખર્ચામાં સારી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. અહીંયા દર્દી જોડેથી ફક્ત 150 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.