જાણો તુલસીના છોડ માથી કેવી રીતે આવશે સુખ-સમૃદ્ધિ, આ રીતે પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ…

મિત્રો, લોકો તેમના ઘરમા ભગવાનની પૂજા એટલા માટે કરે છે કે, જેથી ઘર-પરિવારમા શાંતિનો માહોલ બની રહે. ભગવાનની ઉપાસના અને ભક્તિ કરવા માટે અનેકવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને આપણા માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ પૂજા દરમિયાન ઉપયોગમા લેવામા આવતી તમામ પવિત્ર વસ્તુઓ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઇ શકે છે. આમાની એક વસ્તુ છે તુલસી.

આપણા પૌરાણિક શાસ્ત્રો અને ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે, જે ઘરમા આ રોપ ઉછેરવામા આવે છે તે ઘરમા હમેંશા સુખ અને શાંતિ બની રહે છે ફક્ત એટલુ જ નહી પરંતુ, ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. આ સિવાય તેના કારણે ઘરમા સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે.

આ છોડ એક નહિ પરંતુ, અનેકવિધ રીતે આપણા માટે લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત તુલસી પાસે આ ઘી નો દીવડો પ્રગટાવો તો તમને દેવી-દેવતાઓના આશીર્વાદ મળી રહે છે. તો ચાલો આજે તુલસી સાથે સંકળાયેલા લાભ વિશે માહિતી મેળવીએ. જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો આ માટે તમારે તુલસીની પૂજા અવશ્યપણે કરવી જોઈએ.

તુલસી એ પ્રભુ નારાયણ અને માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જો તમે તેની નિયમિત પૂજા કરો તો તમારા જીવનમા ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી અને તમારુ જીવન પણ સુખી બનશે. આ ઉપરાંત જો તમે તમારા ઘરમા વાસ્તુ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા ધરાવતા હોવ તો તેમાંથી પણ મુક્તિ મળે છે.

આ સિવાય જો તમારા ઘર પર કોઈ મુસીબત આવવાની છે તો તુલસીનો છોડ પહેલેથી જ તમને મુસીબત વિશે આગાહી આપી દે છે. આ સમયે તુલસીનો છોડ ધીમે-ધીમે સૂકવવા લાગે છે. આવુ થાય ત્યારે તમારે તમારા સૂકાયેલ તુલસીના છોડને કુવામા પધરાવી દેવો જોઈએ. આ સિવાય જો તમે તમારા ઘરની આસપાસ તુલસી લગાવો તો ઘરની આસપાસની ઉર્જા સકારાત્મક બને છે. આ ઉપરાંત જો તમે નિયમિત તેના પાંદડાનુ સેવન કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *