જીવનમાં ચાલતી તમામ સમસ્યાઓ ના નિવારણ માટે આ માળા થી કરો આ મંત્ર નો જાપ, સંસારની તમામ સમસ્યાઓનો આવશે અંત…

આજના લોકોના જીવનમાં દરેક માણસને કોઈ ન કોઈ દુખ હોય છે. કેટલાક લોકોના જીવનમાં વધારે દુખ હોવાથી તે લોકો દુખને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરે છે. કેટલાક લોકો પોતાના ભાગ્ય પર બધુ છોડી દે છે. કેટલાક લોકો ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. જ્યોતીષશાસ્ત્રો મુજબ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાતા અને તેમાં કેટલીક સમસ્યાઓને લીધે જીવનમાં સુખ દુખ આવે છે.

સ્ફટિકની માળા પહેરવાથી જીવનમાં ઘણા ફાયદાઓ થાય છે. તેની વીંટી પણ ઘણા લોકો પહેરતા હોય છે. તેનું ભગવાન શિવનું શિવલિંગ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. તેને સંસ્કૃતની ભાષામાં સીતોપાલ કહે છે. તેમાં ઓક્સિજનનું પ્રમાણ હોય છે. તે સફેદ કલરની હોય છે. તેને ગળામાં પહેરવાથી અનેક દુખો દૂર થાય છે.

કેટલાક લોકોને ડર લાગતો હોય, મનમાં મૂંઝવણ થતી હોય, બેચેની અનુભવતા હોય તે લોકોને સ્ફટિકની માળા પહેરવાથી આ સમસ્યાઓ દૂર થાય છે. તેને પહેરવાથી મનમાં શાંતિનો અનુભવ થાય છે. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે. તેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. કોઈ પણ મંત્રનો જપ કરવામાં આવે ત્યારે તે માળા પહેરવાથી ખૂબ ફાયદો થાય છે.

તાવ, શરીરની નબળાઈ, લોહીની ઉણપ વગેરે જેવા અનેક રોગો દૂર કરવા માટે તેની માળા પહેરવી ખૂબ જરૂરી છે. કેટલાક લોકોની કુંડળીમાં કોઈ વિઘ્નો રહેલા હોય તે લોકોને આ માળાનો ઉપયોગ કરવો જોઈએ. તે માળાને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. તેનાથી મનમાં શાંતિ મળે છે. કેટલાક શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે કે સોમવારના દિવસે આ માળાને પહેરવાથી મનની અશુદ્ધતા દૂર થાય છે અને માથાના દુખાવામાં રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *