જીવનમાં ક્યારેય પણ નહિ કરવો પડે દવાખાનાનો ખર્ચ, આજે જ બનાવો આ પાંચ નિયમોને જીવનનો મૂલમંત્ર…

આજકાલ મનુષ્યના શરીરમાં ઘણી બધી નવી નવી બીમારી થવા લાગી છે. તેમાંથી ઘણી બીમારી તો એવી છે કે, જે કોઈપણ જાતની દવાથી પણ મટતી નથી. તેથી આજે આપણે દરેક બીમારીઓથી રક્ષણ મેળવવા માટેના કેટલાક સામાન્ય ઉપચાર જોઈશું. આપણે જાણીએ છીએ કે, કોઈપણ બીમારીને લીધે દવાખાને જવાનું થાય ત્યારે સૌથી વધારે ખર્ચ થઈ જાય છે.

જો તમારે દવાખાનાના ખોટા ખર્ચમાંથી બચવું હોય તો શરીરને નીરોગી અને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. તેના માટે શરીર ની યોગ્ય સારવાર કરવી અને ખાવા પીવા માં ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે ખોરાકમાં ખાંડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો ગોળનો ઉપયોગ કરી શકો છો.

વધારે પ્રમાણમાં ખાંડનો ઉપયોગ શરીર માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે, જ્યારે ગોળ ખોરાકમાં મીઠાશ લાવવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી ખોરાકમાં તમે જે જગ્યાએ ખાંડનો ઉપયોગ કરો છો તેની જગ્યાએ ગોળનો ઉપયોગ કરતા થઈ જવું.

આ ઉપરાંત ઘણા લોકો ખોરાકમાં વધારે પડતા તેલ નો ઉપયોગ કરતા હોય છે. તમારે તેલ ની જગ્યા ઘીનો ઉપયોગ વધારવો જોઈએ. ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે ઘી ખાવાથી શરીરની ચરબીમાં વધારો થાય છે પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. તેલ ખાવાને લીધે શરીરમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધે છે તેથી ખોરાકમાં તેલ નો ઉપયોગ શક્ય હોય એટલા ઓછા પ્રમાણમાં કરવો જોઈએ.

તમે તેની જગ્યાએ ઘી નો ઉપયોગ કરી શકો છો, ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ તે અનેક રોગોને પણ દૂર રાખે છે તેમજ નિયમિત ભોજનમા અન્ન નું પ્રમાણ ઘટાડીને ફળનું સેવન વધારે કરવું જોઈએ. ફળોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેને લીધે આપણે અનેક પ્રકારની બીમારીઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. ખાસ કરીને નિયમિત રીતે એક સફરજન ખાવાથી તમારે ક્યારે દવાખાને જવાની જરૂર નહીં પડે.

વધારે પડતો આરામ પણ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે જેથી આરામ માં ઘટાડો કરીને તમારે વધારે પડતી કસરત માં ધ્યાન આપવું જોઈએ. કસરત કરવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. જો તમે કસરત કરીને નિયમિત પરસેવો પાડસો તો તમને ક્યારેય પણ સુગર ની બીમારી નહીં થાય.

વહેલી સવારે ખુલ્લી જગ્યામાં ચાલવા જવાથી મન અને હૃદય તંદુરસ્ત બને છે તેમજ ડાયાબિટીસ વાળા લોકો એ તો સવારે ચાલવાનું રાખવું જોઈએ. તે તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. સ્વસ્થ જીવન જીવવા માટે ઉપર દર્શાવેલ પાંચ નિયમોનું પાલન કરવું જ ખૂબ જ અસરકારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *