જો હથિયાર હેઠા મૂકી દેશો તો તમને છોડી દઇશું, રશિયાએ યુક્રેન સેનાને આપ્યું નવું આલિમેટમ

રશિયાનું અલ્ટિમેટમ એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે પૂર્વી યુક્રેનમાં નિયંત્રણ કરવા માટે જમીન પર એક મોટો હુમલો શરૂ કરી દીધો છે, જેને યુક્રેનના અધિકારીઓએ યુધ્ધઉ એક નવું ચરણ કહ્યું છે.

રશિયાએ મંગળવારએ યુક્રેનની સેનાને ‘તરત જ હથિયાર મૂકી દેવા’ કહ્યું છે. રશિયાએ કહ્યું છે કે જે પણ યુક્રેન સિપાહી બંદરગાહ શહેર મારિયુપોલની ઘેરાબંધી કરેલ છે તે જલ્દી જ પોતાનું લડવાનું કામ છોડીને હથિયાર મૂકી દેશે, તેમને યુક્રેની આર્મીને એક નવું અલ્ટિમેટમ આપ્યું છે.

રશિયા રક્ષા મંત્રાલયએ કિવને ‘સમજદારી દેખાડવા અને સિપાહીઓને હથિયાર મૂકી દેવા માટે આદેશ આપ્યો છે.’ રશિયા મંત્રાલયએ કહ્યું કે જો મારિયુપોલ શહેરમાં રહેલ સિપાહીઓ આવું કરે છે તો તેમણે જીવતા છોડી દેવામાં આવશે એ પણ ગેરંટી સાથે. રશિયાએ કહ્યું છે કે જો તેઓ જીદ છોડીને બપોરે પોતાના હથિયાર મૂકી દેશે તો તેમને છોડી દેવામાં આવશે.

રશિયા રક્ષા મંત્રાલયએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે એકવાર ફરી કિવના અધિકારીઓને સમજદારી દેખાડવા માટે અને સેનાને અને તેમના મૂર્ખતાપૂર્ણ પ્રતિરોધને રોકવા માટે જે તે સંબંધિત આદેશ આપવા માટે કહ્યું છે.’ તેમણે આગળ જણાવ્યું હતું, ‘પણ આ સમજતા તેમણે કિવ અધિકારીઓને આ રીતનો નિર્દેશ આપવા સાથે કહ્યું છે કે તેઓ હવે આદેશ અને નિર્દેશ નહીં આપીએ, અમે સિપાહીઓને સ્વેચ્છાએ આ નિર્ણય લેવા માટે અને પોતાના હથિયાર મૂકી દેવા માટે જણાવીએ છીએ.

તમને જણાવી દઈએ કે રશિયા સેનાનું આ અલ્ટિમેટમ એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે મંગળવારએ પૂર્વી યુક્રેનમાં દેશના ઔધોગિક ગઢ પર નિયંત્રણ કરવા માટે જમીન સ્તર પર એક મોટો હુમલો શરૂ કરી દીધો છે. જેને યુક્રેનના અધિકારીઓએ યુધ્ધનું એક નવું ચરણ જણાવ્યું છે.

યુક્રેનના જનરલ સ્ટાફે મંગળવારે વહેલી સવારે જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ ડોનબાસ પ્રદેશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાના પ્રયાસો ઝડપી કર્યા છે. જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કબજો કરનારાઓએ સરહદ પર અમારી સુરક્ષા કોર્ડનનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.”

સોમવારે લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રદેશોને નિશાન બનાવીને 300-માઇલ (480-કિલોમીટર) કરતાં વધુ મોરચા પર હુમલા કરવામાં આવ્યા હતા. રશિયન દળો પડોશી ખાર્કિવ સહિત ઘણા વિસ્તારોમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.