જો તમને આટલા સંકેત જોવા મળે તો સમજવું કે તમારા પર છે દૈવીય શક્તિ કુપા, આ રીતે મેળવો ભગવાનના આશીર્વાદ

આજ ના આ આર્ટીકલ જે વાત કરવામા આવી રહી છે તે તમારા માટે એક વરદાન રૂપ સાબિત થઇ શકે છે કેમ કે આજ ના આ લેખ મા અમુક એવા સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે જણાવશે કે તમારી આજુબાજુ કોઈ દૈવીય શક્તિ છે અને સાથોસાથ બીજી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જો કોઈ દૈવીય શક્તિ તમારી આજુબાજુ ના હોય તો તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. તો ચાલો જાણીએ આ સમ્પૂર્ણ વાત વિષે વિસ્તાર થી.

સર્વપ્રથમ દરેક ને એક પ્રશ્ન તો થતો જ હશે કે આખરે આ દૈવીય શક્તિ શું છે. તો જયારે કોઇપણ વ્યક્તિ કોઈ મોટી તકલીફ મા મૂકાઈ જતા હોય અથવા તો તેમના નસીબ મા કોઈ અનહોની થવા લાગે અને ત્યારે કોઈ આવીને તમને આ અનહોની થી બચાવી લે તો તેને આપણે દૈવીય શક્તિ કહીએ છીએ. આ વાક્ય નો અર્થ એવો પણ થાય છે કે જયારે કમનસીબે બચવાના કોઈ રસ્તો ન દેખાતો હોય અને એકાએક કંઈક ઉપાય મળી આવે અથવા તો મદદ મળે તો તેને આપણે દૈવીય શક્તિ કહીએ છીએ.

સર્વપ્રથમ તો જાણીએ આ દૈવીય શક્તિ સાથે હોવા ના સંકેતો વિશે
જો કોઇપણ અલગ-અલગ જગ્યાએ તમને મોર નુ પીછું જોવા મળતું હોય તો તેને એક શુભ સંકેત કે સૂચન માનવામા આવે છે કે તમારી આજુબાજુ કોઈ દૈવીય શક્તિ અથવા તો મસીહા તમારી આજુબાજુ છે અને તમારું રક્ષણ કરે છે. જો ઘણીવાર તમે રસ્તા ઉપર જતા હોય અને અચાનક વાદળો ઘેરાવા લાગે અને તમને ધૂંધળું દેખાવા લાગે તો સમજી લેવું કે કોઈ દૈવીય શક્તિ તમારી સાથે છે અને તમારો માર્ગદર્શક કરી રહી છે.

આવી થતી વસ્તુઓ ક્યારેય તમને હાની નહિ પહોંચાડે પણ તમારા માર્ગ મા આવતી તમામ રુકાવટો તેમજ બાધાઓ ને દુર કરવા મા તમારી મદદ કરે છે. એકાએક કોઈ અજાણી જગ્યાએ થી ફોરમ આવતી હોય અને તમને પણ ખ્યાલ ના હોય કે આ સુવાસ ક્યાં થી આવે છે તો સમજી લેવું કે તમરી આજુબાજુ કોઈ દૈવીય શક્તિ તમારું રક્ષણ કરી રહી છે.

ઘણીવાર જોવા મા આવ્યું છે કે જયારે એક નાનું બાળક દરવાજા અથવા તો અગાશી તરફ જોઇને હસે તો સમજી લેવું કે બાળક ને કોઈ દૈવીય શક્તિ નો અનુભવ થાય છે. આવા સંજોગો મા કોઈ દૈવ્ય શક્તિ તેનું રક્ષણ કરે છે તેમજ ઘર પરિવાર ઉપર સકારાત્મક ઉર્જા નો સંચાર કરે છે. ઘણી વખત તમને કોઈ ઓમ જેવો સ્વર સંભળાતો હોય અથવા તો તમને કોઈ સુંદર પ્રકાશ દેખાતું હોય તો સમજવું કે તમારા રક્ષણ માટે કોઈ દૈવીય શક્તિ ત્યાં હાજર છે અને જે તમને કોઈપણ સંકટ માંથી બચાવી લેશે.

તો મિત્રો જો તમને પણ આવા કોઈ અનુભવ થયા હોય અથવા તો આવા દૈવીય સંકેતો મળ્યા હોય તો તમે ઘણા ભાગ્યશાળી છો અને કદાચ તમને હજુ સુધી આવા કોઈ સંકેતો ન પણ મળ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આજ ના આ આર્ટીકલ મા અમે તમને એ પણ જણાવશું કે કેવી રીતે કોઈ દૈવીય શક્તિ ની પ્રાપ્તિ કરી શકાય છે. સર્વપ્રથમ તમારે તમારા ઘર મા એક તુલસી ના છોડ ને સ્થાપિત કરવા તેમજ તેની યોગ્ય માવજત કરવી અને તેનું પૂજન-અર્ચન કરવું.

આ સિવાય તુલસી ના ક્યારે પાસે નિયમિત દીવો પેટાવવો તેમજ ગાય ના છાણા નુ ધૂપ કરવું. આવું નિત્ય કરવા થી દૈવીય શક્તિ ની પ્રાપ્તિ તો થાય જ છે સાથોસાથ માતા લક્ષ્મી પણ કાયમી માટે તમારા ઘર મા વાસ કરે છે. હવે પછી ની જે બાબત જણાવવા જઈ રહ્યા છીએ તે દૈવીય શક્તિ પ્રાપ્ત કરવા માટે ની સૌથી સર્વોત્તમ બાબત છે કે જેના વિષે દરેક માનવી ને જાણ હોવી જરૂરી છે.

એક વખત ની વાત છે કે જયારે કોઈ વ્યક્તિએ રામકૃષ્ણજી ને એક પ્રશ્ન પૂછ્યો કે “મને કુવિચાર શું કામે આવે છે.” ત્યારે રામકૃષ્ણજી દ્વારા તેમના જવાબ માટે એક વાર્તા સંભળાવે છે અને આ આખી વાર્તા મા જ દૈવીય શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ છુપાયેલો હતો. તેમને વાત શરુ કરતા કહ્યું કે “એક વાર એક માણસે કુતરો પાળ્યો અને તે કુતરા સાથે પેલા માણસ ને ઘણી લાગણી હતી. ત્યારે પેલા માણસ ના દાદાએ તેને કહ્યું કે એક કુતરા સાથે આટલી લાગણી રાખવી ઠીક નથી.

તે છતાં પણ પેલો માણસ કુતરા ને ઘણા પ્રેમ થી રાખતો હોય છે. તે માણસ ઘણો સાચવતો હતો તેમ છતાં પણ એક દિવસે કુતરાએ તેને બટકું ભરી લીધું. ત્યારે પેલા માણસ ને પોતાના દાદા ની વાત યાદ આવી અને તેને સમજાયું કે પશુ તો આખરે પશુ જ હોય અને તેણે કુતરા થી દુર રહેવા નો નક્કી કરી લીધું. કુતરો આ માણસ ના આ નિર્ણય ને સમજી શકતો નથી અને તે વારંવાર પેલા માણસ પાસે આવી જાય છે. ત્યારે પેલો માણસ કુતરા ને મારી મારી ને પોતા થી દુર ભગાવે છે અને કૂતરા ની આ ટેવ છોડવવા નો પ્રયત્ન કરે છે.

આપણે પણ પેલા કુતરા ના માલિક જેવું જ આપણા જીવન મા કરતા હોઈએ છીએ. ભોગ વિલાસ મા ગાંડાતુર બની ખરાબ ટેવો તેમજ અયોગ્ય ખોરાક ને આપણે છોડી નથી શકતા માટે તેની સાથે એક લાગણી બની જતી હોય છે પણ જયારે કોઈ માણસ આ કુટેવો તરફ નિર્દયી, નિર્મોહી થઈ ને તેનો ત્યાગ કરે છે ત્યારે જ મન ની એકાગ્રતા મા વધારો થાય છે અને ત્યાર થી જ પરમાત્મા ની દૈવીય શક્તિ મન મા પ્રાપ્ત થવા લાગે છે. જેમ જેમ આપણે તમામ વસ્તુઓ નો ત્યાગ કરવા લાગશું તેમ-તેમ આ દૈવીય શક્તિ મન મા આવવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published.