જો તમને પણ તમારા ઘરમા જોવા મળતો હોય વાસ્તુ દોષ, તો આ રીતે અજમાવી જુઓ નમક અને ફટકરી ના આ ઉપાય, ઘરમાં આવશે ખુશહાલી અને બનશે સમૃધ્ધ

આપણી ભારતની સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે ખૂબ સારું જીવન જીવવાનું શીખવે છે. કુદરતે આપણને ખૂબ સંપતિ આપી છે. તેનાથી આપણે જીવનની અનેક સમસ્યા દૂર કરી શકીએ છીએ. છતાં પણ આપણને ઘરમાં કેટલીક વસ્તુઓની ખામી લગતી હોય છે. તે ખામી દૂર કરવા માટે આપણે કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી ખૂબ ફાયદો થાય છે.

આપણા રસોડામાં રહેલી વસ્તુઓ આપણાં માટે ખૂબ જરૂરી બને છે. ફટકડી એ ખૂબ ઉપયોગી છે. તેમાં અનેક ખનીજ પદાર્થ રહેલ હોય છે. મીઠું ઘરની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેના ઉપયોગથી આપણે જીવનની મુશ્કેલીઑ દૂર કરી શકીએ છીએ.

મીઠાનો વાસ્તુ ઉપયોગ:

કેટલાક લોકોના ઘરમાં હંમેશા ખરાબ વિચારોને લીધે તે દુ:ખી હોય છે પરંતુ, મીઠાની પ્રક્રિયા કરવાથી તેવી સમસ્યાઓ દૂર થાય છે. પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. થોડા ગરમ પાણીમાં તે નાખીને તે પાણીથી ઘર સાફ કરવું જોઈએ. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ઘરને સાફ કરવું જોઈએ. તેથી ઘરમાં સારા વિચારોનું ચિંતન થાય છે. કેટલાક લોકોના ઘરમાં શૌચાલય અલગ દિશામાં હોય તેને ત્યાં મીઠું રાખવું જોઈએ.

શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેટલાક લોકોના ઘરમાં અમુક જ્ગ્યાએ વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક ખામીઑ હોય છે. તે લોકોને તે ખૂણામાં મીઠાના ટુકડા મૂકવા જોઈએ, તેનાથી ઘરમાં શાંતિ રહે છે.

ફટકડીનો વાસ્તુ ઉપયોગ:

કેટલાક લોકોને ઘરમાં આવતા જ ખરાબ વિચારો આવતા હોય અથવા તમને ઘરમાં સુવાથી કેટલીક વાર ઊંઘ ન આવતી હોય તે લોકોને કાચના વાસણમાં ફટકડીના ટુકડા રાખીને એક બાજુ મૂકી દેવા જોઈએ. તેનાથી આવી સમસ્યાઓ દૂર થાય છે. તેને ઘરના દરવાજાની આજુબાજુ રાખી શકાય છે. તેથી ઘરમાં આવતા જ તમે સારા વિચારો કરી શકો છો. નીંદર ન આવતી હોય તે લોકોને સૂતી વખતે બાજુમાં તે ગ્લાસમાં રાખીને સૂવું જોઈએ.

કેટલાક વિધાર્થીઓને ભણવામાં ધ્યાન ન લાગતું હોય તે લોકોને પોતાના ભણવાના રૂમમાં ફટકડીના ગુલાબી અથવા સફેદ ટુકડા ગ્લાસમાં રાખવાથી ખૂબ ફાયદો થાય છે. તેનાથી તમે વાંચવામાં મન લગાડી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *