જૂનાગઢમાં ફરી હર્બલ દવાના નામે ચાલતું નશીલુ બાર ઝડપાયું

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ અનેકવાર લોકો આ નિયમનો ભંગ કરી દારૂ વેસ્તા નજર આવે જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર એક દવાની દુકાનમાં લોકોને નશો કરાવવામાં આવતું ખૂબ જ મોટું બાર પકડાયું છે. પોલીસે અચાનક જ ત્યાં રેડ પાડી અને નોકર સહિત અન્ય આઠ લોકોની ધરપકડ કરી છે.

જૂનાગઢના એસઓજીના એસઆઈ દ્વારા અચાનક જ દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં કૈલાસ નામની દુકાનમાં ખૂબ જ મોટો ગેરકાનૂની ધંધો ચાલી રહ્યો હતો અને તે લોકોને આધાર પુરાવા સહિત ધરપકડ કરી દેવામાં આવી છે.

પોલીસ દ્વારા અહીંયા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દારૂની જેમ નશાકારક પીણાં સાથે સોંગ સોડા આપવામાં આવતા હતા અને પોલીસે પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. જેમાં 340 જેટલી બોટલો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે દુકાનના માલિક વિજય ભાઈ ની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેમની ધરપકડ કરી દેવામાં આવી છે. ફક્ત એટલું જ નહિ પરંતુ આયુર્વેદિક દવા પીવા આવેલા અન્ય આઠ લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેમને ઝડપી પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published.