જ્યાં સુધી આ સીન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી રિલીઝ નહીં થાય જયેશભાઈ જોરદાર…

રણબીર કપૂર સૌપ્રથમવાર એક ગુજ્જુભાઈ ની ભૂમિકા ભજવતા આપણને જોવા મળશે. આ ફિલ્મનું નામ જયેશભાઈ જોરદાર છે જે 13 મેના રોજ સિનેમાઘરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. લોકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક નજર આવ્યા છે. પરંતુ આ ફિલ્મમાં કેટલાક વિવાદો પણ છુપાયેલ છે.

થોડા સમય પહેલાં જ આ તેમનું એક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ ના પાત્ર તરીકે જયેશભાઈ ના માતા પિતા તેમની પુત્રવધુને બાળક ની જાતિ તપાસવાનું કહેવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં નજર આવી રહ્યું છે કે રણબીર કપૂર  ગુજરાતી છોકરા નો રોલ કરી રહ્યા છે. આપણે સમાજમાં જોઈએ છે કે મોટાભાગના લોકો તેમની પુત્રવધૂ જોડેથી હંમેશા છોકરા ની ઈચ્છા ધરાવતા હોય છે. આ ફિલ્મમાં જોવા મળ્યું છે કે જયેશભાઈ ના માતા પિતા એ નક્કી કર્યું છે કે જો છોકરીનો જન્મ થશે તો તેને તરત જ મારી નાખવામાં આવશે. ત્યારબાદ રણવીર સિંહ પોતાના બાળક માટે માતા-પિતા સામે લડી રહ્યા છે તેવું આ ફિલ્મ નજર આવી રહ્યું છે.

આ ટ્રેલર સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તેમ જ એડવોકેટ પવન પ્રકાશ પાઠક નું કહેવું છે કે બાળકના જન્મ પહેલાં લિંગ પરીક્ષણ એ ભારતમાં કાયદેસર રીતે પ્રતિબંધ કરવામાં આવ્યું છે. મુવી માંથી આ સીન કટ કરવું જોઈએ. જેથી લોકો આનાથી પ્રેરિત ન થાય.

આ મુવી નું નિર્માણ આદિત્ય ચોપરા અને મનીષ શર્માએ કહ્યું છે. આ ફિલ્મ માટે અનેક જગ્યાએ પ્રમોશન ચાલુ કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.