જ્યારે પોતાની જ પત્ની સાથે આફતાબે કર્યા ફરી લગ્ન, રસપ્રદ છે એક્ટરની લવસ્ટોરી

માત્ર 14 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેતા આફતાબ શિવદાસાની ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે.વર્ષ 2017માં આફતાબ તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહ્યો હતો.

વર્ષ 2014 માં, અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ નિન દુસાંજ સાથે લગ્ન કર્યા. આ પછી, વર્ષ 2017 માં, તેણે નિન સાથે જ ફરીથી લગ્ન કર્યા, જે પછી અભિનેતા ચર્ચામાં આવ્યો.

એક સમયે અભિનેતા આફતાબના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. નિન દુસાંજ અને આફતાબના લગ્નને આઠ વર્ષ વીતી ગયા છે. તેઓને વેનાહ નામની પુત્રી પણ છે.

ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આફતાબે તેની અને નીનની લાઈવ સ્ટોરી વિશે જણાવ્યું. અભિનેતાએ જણાવ્યું કે તે અને નિન એક બુક શોપમાં મળ્યા હતા.

થોડા સમય માટે નિનને ડેટ કર્યા પછી, અભિનેતાએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અભિનેતાએ જણાવ્યું કે જ્યારે તેણે નિનને પ્રપોઝ કર્યું તો તે તરત જ રાજી થઈ ગઇ.

તમને જણાવી દઈએ કે નિન વ્યવસાયે એક મોડલ છે. તે પોતાની સુંદરતામાં બોલિવૂડની મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. આફતાબ ઘણીવાર સોશિયલ મીડિયા પર નીન સાથેની તસવીરો શેર કરે છે.

 

Leave a Reply

Your email address will not be published.