જ્યોતિષ મુજબ તમારા બાળકના જન્મના મહિના પરથી જાણો એમના સ્વભાવ,વર્તન વગેરે વિશેની રોચક વાતો

મિત્રો કોઈ એવા માતા-પિતા નહીં હોય જે પોતાના બાળક ને પ્રેમ ના કરતાં હોય. દરેક પેરેન્ટ્સ પોતાના બાળક માટે ચિંતિત હોય છે. તેથી જ તેઓ તેમના બાળકની સારી અને ખરાબ બાબતો જાણવા માગતા હોય છે જેથી તેઓ તેમના બાળકને આવનારી મુસીબતોથી બચાવી શકે. પરંતુ ઘણી વખત મા-બાપ માટે તેમના બાળકોને સમજવા અઘરા પડી જતા હોય છે.

માટે આજે અમે તમને તમારા બાળકને નજીકથી સમજી શકાઇ તેની જાણકારી આપવા જય રહ્યા છીએ. જે મહિનામાં બાળકનો જન્મ થાય છે તે મહિનાની અસર તેના વર્તન અને આદત પર પડતી હોય છે. એટલા માટે જ બાળકનો ‘બર્થ મન્થ’ ઘણો મહત્વનો હોય છે. બાળકના જન્મ મહિના પરથી તેમના વિશે રોચક વાતો જાણી શકાય છે.

જાન્યુઆરી
જે બાળક નો જન્મ પહેલા એટ્લે કે જાન્યુઆરી મહિનામાં થયો હોય તેવા બાળકો ઘણા જિદ્દી હોય છે. તેઓ દરેક વસ્તુથી બહુ જલદી કંટાળી જતાં હોય છે. આવા બાળકોના સારા પાસા વિશે વાત કરીએ તો તેઓ હસમુખ હોય છે અને પોતાના ભવિષ્યને લઈને ઘણા ગંભીર હોય છે. સ્માર્ટ હોવાને લીધે તેઓ પોતાનો રસ્તો ગમે તે કરીને શોધી જ લેતા હોય છે. જાન્યુઆરીમાં જન્મતા બાળકો ને ભાગ્યશાળી કહેવામાં આવે છે.

ફેબ્રુઆરી
જે બાળકનો જન્મ એ બીજા એટ્લે કે ફેબ્રુઆરી મહિનામા થયો હોય તેવા બાળકો તે હંમેશા પોતાના દિલનુ માને છે અને આ પોતાનુ ધાર્યું જ કરે છે. અને આવા લોકો એ બનાવટી હોતા નથી. માટે તેમનું મન પણ સાફ હોય છે. અને આ બાળકો ખૂબ ઈમોશનલ હોય છે અને તેથી જ તેમને ગુસ્સો પણ જલ્દી આવી જાય છે. આવા બાળકો નવી વસ્તુ બહુ જલ્દીથી શીખી જાય છે.

માર્ચ
જે બાળક નો જન્મ ત્રીજા એટ્લે કે માર્સ મહિનામાં થયો હોય તેવા બાળકો નાની નાની વાતને ખૂબ ગંભીરતાથી લઈ લેતા હોય છે. તેઓ નાનપણથી જ સંબંધોની બાબતોને સમજી શકવા સક્ષમ હોય છે. આ મહિનામાં જન્મ લેતા બાળકોનું મન સાફ હોય છે. તેઓ ક્યારેય જૂઠું બોલતા નથી અને તેથી જ તેમના પર સરળતાથી વિશ્વાસ કરી શકાય છે. આ વાતને કારણે જ મોટાભાગના લોકો બહુ જલ્દી આકર્ષિત થઇ જાય છે

એપ્રિલ
જે બાળક નો જન્મ ચોથા એટ્લે કે એપ્રિલ મહિનામાં થયો હોય તેવા બાળકો ખૂબ જ નિડર હોય છે. તેઓ દરેક વ્યક્તિને તેમના મોં પર જ કહી દેતા હોય છે. આવા લોકો ક્યારેય એક જગ્યાએ ટકી શકતા નથી અને હંમેશા કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે. આવા બાળકો હકારાત્મક વિચારો ધરાવતા હોય છે. તોફાની હોવા છતાં આવા બાળકો વિશ્વાસને લાયક હોય છે.

મે
જે બાળક નો જન્મ પાંચમા એટ્લે કે મે મહિનામાં થયો હોય તેવા બાળકો સ્વભાવે ઘણા સંવેદનશીલ હોય છે. આવા બાળકોને હરવું-ફરવું અને મોજ-મસ્તી કરવું પણ ખૂબ ગમતું હોય છે. પરંતુ આ બાળકોનો સ્વભાવ એટલો હઠીલો હોય છે કે તેઓ પોતાની જીદ આગળ કોઈનું પણ સાંભળતા નથી. નાચવા ગાવાનો પણ ખૂબ શોખ હોય છે અને તેથી જ તેઓ હંમેશા અન્યના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.

જૂન
જે બાળક નો જન્મ છઠ્ઠા એટ્લે કે જૂન મહિનામાં થયો હોય તેવા બાળકો એક સમયે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકતા હોય છે. તેઓ પોતાની વાતો અને શબ્દોથી તેઓ દરેકનું દિલ જીતી લેતા હોય છે. આ લોકોને ફરવાનો પણ ઘણો શોખ હોય છે. આ ઉપરાંત જો કોઈ વસ્તુ થી જોડાઈ જાય અથવા તો કોઈ કામ એમને કંટાળાજનક લાગે તો તેમનો વ્યવહાર ગુસ્સામાં પરિવર્તિત થઈ શકે છે.

જૂલાઈ
જે બાળક નો જન્મ સાતમા એટ્લે કે જુલાઈ મહિનામાં થયો હોય તેવા બાળકો લાગણીઓ થી ભરેલા હોય છે. તેમનો સ્વભાવ એવો હોય છે કે તેઓ રસ્તે ચાલતા બાળકો જ નહીં પરંતુ જીવ-જંતુઓને જાનવરોને પણ પોતાના મિત્ર બનાવી લે છે, એટલું જ નહીં તેમને ઘરે લઈ જઈને તેમનું પાલન પોષણ પણ કરતા હોય છે. આવા બાળકો બહુ ઓછું બોલતા હોય છે. પરંતુ જો તેમને પોતાની અનુકૂળ વ્યક્તિ મળી જાય તો તેમનું તોફાની પાસું પણ જોવા મળે છે. આવા બાળકો મોટે ભાગે શરમાળ હોય છે.

ઓગસ્ટ
જે બાળક નો જન્મ આઠમા એટ્લે કે ઓગસ્ઠ મહિનામાં થયો હોય તેવા ખુદને રાજા-મહારાજાથી ઓછું નથી આંકતા. જો કે આ તેમનો નેગેટિવ નહીં પરંતુ પ્લસ પોઈન્ટ છે. આવા બાળકોને નાની વસ્તુઓમાં સમાધાન કરવું પસંદ નથી. તેઓ પોતાના વાતાવરણમાં જ રહેવાનું પસંદ કરે છે. તેઓ જિદ્દી પણ હોય છે તેઓ ઇચ્છતા હોય છે કે લોકો તેમનું જ માને ! આવા બાળકો તેવી વસ્તુઓને વધુ પસંદ કરે છે જેમાં મગજનો ઉપયોગ વધુ કરવો પડતો હોય છે. એટલે જ દરેક વસ્તુઓમાં તેમનું પરિણામ ખુબ સરસ હોય છે.

સપ્ટેમ્બર
જે બાળક નો જન્મ નવમા એટ્લે કે સપ્ટેમ્બર મહિનામાં થયો હોય તેવા બાળકો અભ્યાસની સાથે રમત-ગમતમાં પણ ઘણા આગળ પડતાં હોય છે. તેઓ ઘણા નિયમબધ્ધ હોય છે. આ બાળકો ખૂબ જ ઝડપથી આગળ વધતા હોય છે. આ બાળકો આકર્ષક, પ્રેમાળ અને થોડાક જિદ્દી હોય છે. આ બાળકોને સંપૂર્ણ કહેવું વધુ પડતું નહીં ગણાય.

ઓક્ટોબર
જે બાળક નો જન્મ દસમા એટ્લે કે ઓક્ટોબર માં થયો હોય તેવા બાળકો સમજો અને આકર્ષિત હોય છે. તેમની મીઠી બોલી ને લીધે તેઓ તમામ લોકોને મોહી લેતા હોય છે. આવા બાળકો મોટા બનીને કલાકાર પણ બનતા હોય છે. આવા બાળકો બોલકા હોય છે. આવા બાળકોને નાની વાતને પણ ગંભીરતાથી લઈ લેતા હોય છે એટલા માટે તેઓ ઘણા ભાવુક પણ હોય છે ક્યારેક તેઓ પોતાના સપનામાં જ ખોવાયેલા રહે છે.

નવેમ્બર
જે બાળક નો જન્મ અગિયાર એટ્લે કે નવેમ્બર મહિનામાં થયો હોય તેવા બાળકો પોતાના લક્ષ્યને લઈને ઘણા કટિબદ્ધ હોય છે. તેમણે જે નક્કી કરી લીધું હોય તેને તે પૂરું કરીને જ રહે છે. તેમનું શરીર અને મગજ ઘણું તેજ તરાર હોય છે. આવા બાળકો ઘણા વિશ્વાસપાત્ર અને સારા મિત્રો હોય છે. થોડા રોમેન્ટિક હોવાને લીધે તેઓ મોટા થઈને એક સારા લાઈફ પાર્ટનર સાબિત થાય છે.

ડિસેમ્બર
જે બાળક નો જન્મ બારમાં એટ્લે કે ડિસેમ્બર મહિનામાં થયો હોય તેવા બાળકો ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા હોય છે. તેમનું લક્ષ્ય અરીસા જેટલું સાફ હોય છે. તેમને ખબર હોય છે કે જિંદગીમાં તેમને શું કરવું હોય છે. તેઓ હંમેશા સાચું બોલવાનું પસંદ કરે છે. તેઓ દેશભક્ત હોવાને નાતે પોતાના સંસ્કારો અને રીતિરિવાજો સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. આ મહિનામાં જન્મેલા બાળકો ઘણા સંસ્કારી હોય છે.

 

Leave a Reply

Your email address will not be published.