કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો, છ ગાડીઓ આગ ઓલવવા પહોંચી

ગાંધીનગર નજીક આવેલ કલોલમાં જીઆઇડીસીમાં અચાનક જ દવા બનાવતી એક કંપનીમાં ખૂબ જ મોટી આગ લાગી હતી. રવિવારના સવારે અચાનક દવા બનાવતી કંપનીમાં કોઈ કારણોસર ખૂબ જ મોટા ધુમાડા જોવા મળ્યા હતા ત્યાર બાદ તાત્કાલિક ધોરણે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેટ બોલાવવામાં આવી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડ પોતાની છ ગાડીઓ લઈને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર હાજર રહી હતી.

ગુજરાત રાજ્યમાં અકસ્માત ખૂબ જ વધી ગયા છે. આજે ફરી એકવાર રવિવારના દિવસે કલોલમાં આવેલ જીઆઇડીસીમાં દવા બનાવતી એક કંપનીમાં ખૂબ જ વિશાળ જોવા મળી હતી ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા આગ કાબુમાં લેવામાં પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આગ કાબુમાં ન આવતા ફાયર બિગેડ ની ટીમને બોલાવવામાં આવી હતી ત્યારબાદ તેમને વિશાળ આગ ને પોતાના રીતે કાબૂમાં લીધી હતી.

વિશા આગ લાગવાના કારણે કલોલ, કડી, વિજાપુર, માણસા ,ગાંધીનગર તેમજ અમદાવાદની ફાયર ટીમ તાત્કાલિક ધોરણે કલોલમાં પહોંચી ગઈ હતી . ઘટનાસ્થળ ઉપર કલોલના કેટલાક ઉચ્ચ ઓફિસરો તેમજ એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી અને સમગ્ર મામલો ફાયર ટીમ દ્વારા સંભાળી લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.