કાળઝાળ ગરમીમાં પણ આ ટ્રાફિક હવાલદાર હસતા મોઢે સ્ટાઇલથી સંભાળે છે ટ્રાફિક, પરંતુ ફક્ત દિવસના આટલા રૂપિયા આપવામાં આવે છે

સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે તેવામાં એક અમદાવાદમાં હોમગાર્ડ જવાન જે આટલી ગરમીમાં પણ ખુશી ખુશી ટ્રાફિક કંટ્રોલ કરે છે. અને તે હંમેશા પોતાની ફરજ સારી રીતે બજાવી રહ્યા છે. આ જવાન અમદાવાદ માં ડાન્સ કરતા કરતા ટ્રાફિક કંટ્રોલ કરે છે જે તે સ્થાનિક લોકોને પણ ખૂબ જ મજા આવે છે. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

ત્યારબાદ કેટલાક મીડિયા કર્મી લોકોએ તેમની મુલાકાત કરી હતી. આ હોમગાડ નું નામ પીન્કેશ ભાઈ જૈન છે. તેમનું કહેવું છે કે તે ઠંડી ગરમી હોય કે ચોમાસું હોય પોતાની ફરજ ચોક્કસ રીતે નિભાવે છે અને ઈમાનદારી પૂર્વક સિગ્નલ નું લોકો જોડે પાલન કરાયું છે. તેમજ અનેક વાર વાહનચાલક જોડે તેમનું ઘર્ષણ થતું જોવા મળે છે.

પીન્કેશ ભાઈ મીડિયા કર્મી સાથે વાતચીત કરતાં જણાવે છે કે તે છેલ્લા ૨૦ વર્ષથી પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમ જ આખું અમદાવાદ તેમને ફરી લીધું છે. તેમની નોકરીનો ટાઈમ સવાર થી ૮ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી હોય છે ત્યારબાદ બપોરે 3:00 થી 11:00 સુધી તે એક દુકાનમાં નોકરી માટે જાય છે. તેમનો પગાર દર મહિને સાત હજાર રૂપિયા છે. તેમજ હોમગાર્ડના દિવસના તેમને 300 રૂપિયા આપવામાં આવે છે.

પીન્કેશ ભાઈ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે પીન્કેશ ભાઈ નું કહેવું છે જ્યારે લોકો તેમની વખાણ કરે છે. ત્યારે તેમને ખૂબ જ પસંદ આવે છે અને તે આ ખૂબ જ સારી નોકરી કરી રહ્યા છે. તેમજ આ નોકરી માટે તેમને પહેલાં ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ તે આ નોકરી કરી રહ્યા છે. પિયુષ ભાઈ નું કહેવું છે કે તેમનો મુખ્ય ધ્યેય કોઈનું અકસ્માત ન થવું જોઈએ. સમગ્ર લોકો પોતાની કાળજીપૂર્વક સાધન ચલાવી પોતાના પરિવારનું રક્ષણ કરે.

તેમજ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માણસનું કામ ખૂબ જ સુંદર છે અને તે યુવક ત્યાં ટ્રાફિક થવા દેતો નથી. જેથી દરેક લોકો કામ પ્રત્યે ખૂબ જ કાર્યશીલ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના પ્રેમાળ સ્વભાવના કારણે તે દરેક લોકો સાથે શાંતિથી જ વાત કરે છે.

પીન્કેશ ભાઈ ના પરિવારમાં માતા અને તેમના બીજા પાંચ ભાઈ છે. તેમના બે ભાઇ દુકાનમાં કામ કરે છે ત્યારે બીજા બે ભરતકામ કરીને સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પિતાનું અવસાન થઈ ગયું છે અને હજુ તેમના લગ્ન થયા નથી. પીન્કેશ ભાઈ ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળું હોય તેવું નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.