જૂનામા જુના કમરદર્દથી માંડીને હાડકામા કેલ્શિયમની ઉણપ સુધીની સમસ્યાઓને કરશે દૂર આ આયુર્વેદિક ઈલાજ, બસ એકવાર જાણી લો ઉપયોગની રીત અને નજરે જુઓ ફરક…

આજે આપણે હાડકાં ને મજબૂત કરી સાંધાનો દુખાવો, પીઠનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમર, ખભા, કાંડા અને ગળાના દુ:ખાવામાં રાહત મેળવવા માટેના ઉપયોગી ઉપાય વિશે જાણીશુ. આ ઉપાય ખુબજ અસરકારક છે. જો તમે પણ આ ઉપાયનો નિરંતર ઉપયોગ શરુ કરી દો તો તમે શરીરમાં અસરકારક ફેરફાર જોઈ શકશો.

આજકાલ બદલાતી જીવનશૈલી અને બદલાતા ભોજનને લીધે ઘણા રોગો ફેલાય રહ્યા છે, આ રોગ માંથી એક છે શરીરમાં કેલ્શિયમ નો અભાવ. કેલ્શિયમ ના અભાવને લીધે હાડકાં નબળા પડી જાય છે, તેના લીધે સાંધામાં દુ:ખાવો થવો, સોજો આવવો જેવા લક્ષણો જોવા મળે છે. તેના લીધે માણસ સરખું ચાલી પણ નથી શકતો. તો આજે આપણે આ સાંધાના દુઃખાવાને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું.

આજે આપણે અંજીર અને તેના ગુણતત્વો વિશે જાણીશુ. તમે અંજીરનુ નામ સાંભડયું જ હશે અને ખાધું પણ હશે. અંજીર સુકામેવામા આવે છે. તે બદામથી પણ વધુ ગુણકારી હોય છે. આજે બજારમાં ભરપૂર માત્રમાં સૂકા અંજીર મળે છે. તે ખુબજ સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમા કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને જસત વગેરે જેવા પોષકતત્વો હોય છે. જે શરીરને રોગ સામે રક્ષણ આપે છે.

અંજીરના પાકા ફળ કરતાં પણ તેના ફળ ને સૂકવીને ખાવામાં આવે છે. સૂકા અંજીર થી બમણો ફાયદો થાય છે. તે હાડકામાં કેલ્શિયમ ની ઉણપ પૂરી કરી તેને મજબૂત બનાવે છે. જેથી, તમને પીઠનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો વગેરે દૂર કરવામાં ખુબજ મદદરૂપ થાય છે. ચાલો જાણીએ તેનું સેવન કરવાની રીત.

અંજીરનું સેવન કેવી રીતે કરવુ?

સૂતા પહેલા એક વાસણમાં ૪-૫ સૂકા અંજીર પલાળી દેવા. સવારે ખાલી પેટે આ અંજીરનું સેવન કરવું. દરરોજ નિયમિત રીતે અંજીર ખાવાથી ટુંક સમય માજ તમારા હાડકાંની નબળાઈ દૂર થશે અને હળદ મજબૂત બનશે. તેથી સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, પીઠનો દુખાવો વગેરે સમસ્યાથી રાહત મળશે. આ ઉપરાંત કાંડા, પેની, હાથ, ગાળા ના દુખાવા પણ મટી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *