કાંટા લગા ગીત પર ખૂબ નાચી અનુપમાં ફેમ રૂપાલી ગાંગુલી, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ અનુપમાની બાદશાહત ટીઆરપી લિસ્ટમાં કાયમ છે. આ સિરિયલમાં રોલ ભજવતા સ્ટાર્સની લોકપ્રિયતા આસમાને છે.આ શોમાં રૂપાલી ગાંગુલી અનુપમાની મુખ્ય ભૂમિકામાં છે.

આ શોને કારણે રૂપાલી ગાંગુલીને ઘરે-ઘરે ઓળખ મળી છે. તેને સોશિયલ મીડિયા પર પણ લાખો યુઝર્સ ફોલો કરે છે અને પોતાના ફેન્સ માટે રૂપાલી પણ ફોટા અને વીડિયો પણ શેર કરે છે.

હાલમાં જ રૂપાલી ગાંગુલીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી ‘કાંટા લગા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. ચાહકો કોમેન્ટ કરીને રૂપાલીના વખાણ કરી રહ્યા છે.

રૂપાલી ગાંગુલીએ આ વિડિયો પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું- બંગલે કે પીછે તેરી બેરી કે નીચે, હાય રે પિયા આહા રે આહા રે આહા રે પિયા, તેના ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. અનુપમામાં રૂપાલી ગાંગુલીએ દરરોજ 1.5 લાખ રૂપિયાની ફી સાથે કામ શરૂ કર્યું હતું અને હવે તે દરરોજ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે હવે ભારતીય ટીવી પર સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.

વર્ષ 1987માં તેણે ફિલ્મ મેરા યાર મેરા દુશ્મનમાં મિથુન ચક્રવર્તી, રાકેશ રોશન સાથે કામ કર્યું હતું. 10 વર્ષનો બ્રેક લીધા પછી, તે સ્ક્રીન પર પાછી આવી અને ગોવિંદા સ્ટારર ફિલ્મ દો આંખે બારહ હાથમાં જોવા મળી.

રૂપાલી ગાંગુલી માત્ર 7 વર્ષની હતી જ્યારે તેણે ફિલ્મી દુનિયામાં અભિનયની શરૂઆત કરી હતી. પિતાની ફિલ્મ ‘સાહેબ’માં તેણે અનિલ કપૂર, અમૃતા સિંહ, રાખી ગુલઝાર, સુરેશ ચટવાલ સાથે કામ કર્યું હતું. તેના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર હતા.

Leave a Reply

Your email address will not be published.