કપિલદેવે કર્યો ક્રિકેટનો આ મોટો ખુલાસો, કહ્યું જ્યારે દેશને જરૂર હોય ત્યારે આ ત્રણ ખેલાડી રમતા નથી

2022 ની ipl હવે પૂરી થઈ ચૂકી છે. હવે દરેક લોકોની નજર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આયોજિત T 20 ઉપર છે. પરંતુ આ મેચ માં ભારતના સૌથી બે દિગ્ગજ પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્મા આ સિરીઝમાં નજર આવશે નહીં. સમગ્ર ટીમનું નેતૃત્વ કે એલ રાહુલ કેપ્ટનશીપ દ્વારા કરશે. પરંતુ આ સિરીઝ પહેલા અચાનક જ કપિલદેવે ખૂબ જ મોટું ચોંકાવનારું નિવેદન મીડિયા સમક્ષ આપી દીધું હતું અને તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સારી મેચમાં આ ત્રણ પ્લેયર પોતાનું સારું પ્રદર્શન બતાવી શકતા નથી.


કપિલ દેવનું જણાવ્યું છે કે જ્યારે કોઈપણ ટીમનો પ્રેસર તેના ઉચ્ચ કક્ષાના પ્લેયર ઉપર આવી જાય ત્યારે તે પોતાનું પ્રદર્શન બતાવી શકતા નથી તેવું જ ભારતના વિરાટ કોહલી રોહિત શર્મા અને લોકેશ રાહુલ ઉપર થઈ રહ્યું છે. તેમનો દબાણ વધી જવાના કારણે તે જલ્દી આવ પણ થઈ જાય છે જે તે માટે ખરેખર ચિંતાજનક વિષય છે.

ત્યારબાદ કપિલદેવે જણાવ્યું હતું કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રાહુલ કોઈ દિવસ દબાણવાળી સ્થિતિમાં બેટિંગ કરવા માટે જ્યારે મેદાનમાં આવે છે. ત્યારે તે પૂરતું યોગદાન આપી શકતા નથી અને ખોટી વિકેટ આપી બેસતા હોય છે.

ત્યારબાદ કપિલદેવે જણાવ્યું હતું કે ૨૦ ઓવરની મેચમાં કરવી જોઈએ તેમાં વધુ સમય ઉપર ગ્રાઉન્ડ ઉપર ઊભા રહેવાનો કોઈ મતલબ નથી પરંતુ જેટલા સમય ગ્રાઉન્ડ ઉપર ઊભા હોય ત્યાં સુધી તાબડતોડ બદલે બાજી કરવી જોઈએ. જો કોઈ પ્લેયર પોતાનું એટીટ્યુડ ન બદલી શકે તો તે પ્લેયરને જ બદલી નાખવો જોઇએ.

આગામી સીરીઝની પ્રથમ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં જોવા મળશે જેને દરેક લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમ છેલ્લે 12 મેચમાં પોતાનો વિજય હાંસલ કર્યો છે જેના કારણે હવે દરેક લોકો ભારતીય ક્રિકેટરો ઉપર આશા લગાવીને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published.