કપરાડાનો ગજબનો કિસ્સો : પ્રથમ પત્નીની હાજરીમાં બીજા લગ્ન કરશે યુવક, બંને મહિલાઓ થકી જન્મેલા સંતાનો પણ જોડાશે

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જયા તમે ઘરે બેઠા બેઠા વિશ્વના કોઈપણ ખૂણાના સમાચાર કે માહિતી વાંચી શકો છો. સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ફોટો ને વિડીયો વાઇરલ થતો જ હોય છે. સોશિયલ મીડીયાથી કોઈપણ રાતોરાત સ્ટાર બની શકે છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ઘણા બધા લોકો પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે. તો ઘણા લોકો સોશિયલ મીડિયા પર જાણી જોઈને એવી હરકત કરતાં હોય છે જેનાથી તેઓ વાઇરલ થઈ જાય. આજે પણ આપણે એવા જ એક વાઇરલ ફોટો વિષે વાત કરવાના છીએ.

સોશિયલ મીડિયા જે પણ લોકો વાપરતા હશે તેમણે હમણાં થોડા સમયથી એક ફોટો વાઇરલ થતો જોયો હશે. આ ફોટો તમને તમારા વૉટ્સએપ પર પણ ઘણીવાર મળ્યો હશે. આ ફોટોમાં તમને એક કંકોતરી મળી હશે. આ કંકોતરી એટલા માટે વાઇરલ થઈ રહી છે કેમ કે આ કંકોતરી છે ખૂબ જ ખાસ. આ કંકોતરીમાં વરરાજાનું નામ તો બરાબર લખ્યું છે. પણ વધારે નવાઈની વાત છે કન્યાનું નામ લખ્યું છે ત્યાં.

સામાન્ય રીતે કંકોતરીમાં એક યુવકનું નામ અને એક યુવતીનું નામ હોય છે. પણ આ દેખાઈ રહેલ કંકોતરીમાં એક કન્યાના નામની જગ્યાએ બે કન્યાના નામ લખેલા છે. એટલે તેની પરથી અંદાજ લગાવી શકાય છે કે આ યુવક એક જ લગન મંડપમાં બે યુવતીઓ સાથે લગન કરવાનો છે.

આ લગ્ન 9 મેના દિવસે થવાના છે. આ લગન વલસાડના કપરાડા તાલુકાની છે. બે નામ લખવા પાછળ કારણ પૂછવામાં આવતા તે યુવકે જણાવ્યું છે કે તે લગ્ન મંડપમાં તો એક યુવતી સાથે જ લગ્ન કરવાનો છે પણ બીજી યુવતીને ખોટું લાગે નહીં એટલા માટે તેનું નામ લખ્યું છે.

તમને જણાવી દઈએ કે જે બીજી યુવતીનું નામ લખેલું છે તેમની સાથે આ યુવકે પહેલાથી જ લગ્ન કરેલ છે. તમને જાણીને વધારે નવાઈ લાગશે પણ આ યુવકએ પહેલી યુવતી સાથે 15 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને તેને બે બાળકો પણ છે. આ પછી બીજી યુવતી સાથે તે લિવ ઇન માં રહે છે. આમ બંને પત્નીથી તેને બે બે બાળકો છે.

હવે પરિવારની મરજીથી અને 2 પત્નીઓની મરજીથી 9 મેના દિવસે તે બધાની હાજરીમાં લગ્ન કરવામાં આવશે. જેમાં તે એક જ યુવતી સાથે લગ્ન કરશે એવું આ યુવકે જણાવ્યું છે. ખરેખર ખૂબ જ નવાઈની વાત છે. તમારા વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published.