કેન્દ્રએ પેટ્રોલ પર રાજ્યોને આપી સલાહ, કહ્યું આમ કરો તો આપોઆપ ભાવ ઘટી જશે

દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે તેવામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ છતીસગઢ રાજ્યની મુલાકાત દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ઉપર પોતાનું નિવેદન આપ્યું હતું અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર પોતાનો આક્રોશ બતાવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાન સુધી પહોંચી ગયા છે અને લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ વધારો કરવામાં આવે છે આ વાતથી વિપક્ષ દ્વારા પણ સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ છતીસગઢ ની મુલાકાત માટે ગયા હતા તેમજ પેટ્રોલ-ડીઝલના વેટ ઉપર ઘટાડો કરવા માટે રાજ્ય સરકારને ખાસ વિનંતી કરી છે. તેમજ રાજ્ય સરકારે ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવી જોઈએ.

હરદીપસિંહ છત્તીસગઢ સરકાર ઉપર ઉઠાવ્યા કેટલાક પ્રશ્નો

છત્તીસગઢની સરકાર સામે નિશાન સાધવામાં આવ્યું છે અને પેટ્રોલ-ડીઝલ ઉપર 24% જેટલો કર લગાવવામાં આવ્યો છે. તેમજ સરકારને આ કર 10 ટકા જેટલો કરી દેવો જોઈએ જેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આપોઆપ ઘટાડો આવી જાય.

પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલો છે

થોડાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળ્યા છે પરંતુ 5 એપ્રિલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લગભગ એક રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યું હતું તેમજ દિલ્હીમાં પેટ્રોલ ભાવ 105 રૂપિયા અને ડીઝલના ભાવ 96 રૂપિયા જ જેટલું જોવા મળ્યું હતો.

Leave a Reply

Your email address will not be published.