કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા છ ભારતીય યુવાનોની ધરપકડ

અમેરિકા જવાનું અત્યારે દરેક વ્યક્તિને રસ જાગ્યો છે. પરંતુ અમેરિકાના વિઝા સરળતાથી ન મળતા કેટલાક ભારતીયો ગેરકાયદેસર રસ્તો અપનાવતા હોય છે. આજે કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર પ્રયાસ કરતા છ ભારતીયો બોર્ડર ઉપર ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તે કેનેડાની બોડર થી અમેરિકા તરફ જઈ રહ્યા હતા અને તેમના જોડે એક અમેરિકન નાગરિક હતો જે તેમને અમેરિકામાં પ્રવેશ કરાવવા માટે મદદ કરતો હતો.

અમેરિકા ગેરકાયદેસર જતા 6 ભારતીયોને અમેરિકન્સ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન સરકારનું કહેવું છે કે ત્યાંથી ટોટલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી છબીઓ અને એક અમેરિકન નાગરિક છે.

પકડાયેલ તમામ ભારતીય ની ઉંમર ૧૯ થી ૨૧ વર્ષની છે. તમામ વ્યક્તિઓ ઉપર અમેરિકામાં ગેરકાયદેસર અંદર આવવાનું ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ તેમને ૧૦ વર્ષની સજા અને દંડ કરવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા અમેરિકા સરકારને બોર્ડર ઉપર આવેલ એક દરિયામાં જહાજ મળ્યું હતું જેમાં ઠંડીના કારણે કેટલાક લોકોનું મોત નીપજયું હતું પરંતુ હજુ સુધી તેમની ઓળખ કરવામાં આવી નથી.

થોડા સમય પહેલાં કેટલાક ગુજરાતીઓ કેનેડાથી અમેરિકા જવા માટે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો વધુ ઠંડીના કારણે બોર્ડર ઉપર જ મોત નીપજયું હતું જેમાં જગદીશભાઈ બળદેવભાઇ પટેલ વૈશાલી બેન પટેલ તેમજ વિહાંગી પટેલ અને ધાર્મિક પટેલ નો સમાવેશ હતો.

Leave a Reply

Your email address will not be published.