કેરીના પાકને થશે નુકશાન? મોસમ વિભાગએ કરી આગાહી, જાણો કયા આવશે વરસાદ.

હમણાં તો તમે જય રહેતા હશો ત્યાં ધોમ ધોમ તાપ પડી રહ્યો છે. ગરમીને લીધે લોકો તો પરેશાન થઈ જ રહ્યા છે સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓ પણ હેરાન થઈ રહ્યા છે. તમને આજે અમે એક એવા સમાચાર જણાવી રહ્યા છે જે જાણીને તમને નવાઈ લાગશે.તમને જણાવી દઈએ કે આવનાર 24 કલાક દરમિયાન આપણાં ગુજરાતમાં વરસાદના કમોસમી ઝાપટાં પાડવાની આગાહી થઈ છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છૂટોછવાયા કમોસમી વરસાદી છાંટા પડતાં કેરીના પાક પર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો.

વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયા હવામાનને લઈને કેરીના પાક પર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. એને લઈને આંબાવાડીમાં તૈયાર થતી પહેલા ફાલની કેરીઓમાં નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

એવા ખેડૂતો કે જેઓ આખુંવર્ષ કેરીની સિઝનની રાહ જોતાં હોય છે અને એટલા જ સમય દરમિયાન પોતાના આખા વર્ષની કમાણી કરતાં હોય છે એવા ખેડૂતો બહુ ચિંતામાં આવી ગયા છે. આ સાથે કેરી ખાવાના શોખીન મિત્રો પણ આ બહુ ગંભીર મુશ્કેલી છે. વલસાડ અને ધરમપુર અને કપરાડા બાજુ થોડો થોડો વરસાદ પણ આવ્યો હતો.

આગાહી પછી અમેરિલી આસપાસના દરિયાઈ વિસ્તારમાં વીજળી થતી પણ જોવા મળી હતી. વરસાદ તો ના આવ્યો પણ તડકા અને કડાકા ઘણા થયા હતા. વીજળીના કડાકા અને ભડાકાને લીધે પીપાવાવ પોર્ટ નજીક આવેલ પાણીની ખાડી આવેલ છે ત્યાં માછીમારી કરી ગુજરાન ચલાવતા 35 વર્ષના વ્યક્તિ કે જેમનું નામ ભરતભાઈ સોલંકી છે તેમનું વીજળી પડતાં મૃત્યુ થયું હતું. અમરેલીમાં અડધી રાત્રે વરસાદ આવ્યો હતો અને રાજુલા બેટ અને પીપાવાવ એરિયામાં સવારે વીજળીના કડાકા ભડાકા આકાશમાં જોવા મળી હતી.

દાહોદના અનેક વિસ્તારમાં આજે સવારમાં વાતાવરણમાં ઠંડક થઈ ગઈ હતી. આ પગલે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે દરેક વખતે થાય છે તેમ સવારમાં ઠંડક અને પછી બપોરે ગરમી અને બફારો પણ થયો હતો. વહેલી સવારથી જ દાહોદ શહેર સહિત જિલ્લાના ગરબાડા, લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી જેવા તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જો કે તમારા ઘરની કે રહેઠાણની આસપાસ કેવું વાતાવરણ છે એ અમને કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published.