ખજૂરભાઈએ હવે ઉપાડ્યું લોકોને ગરમીથી બચાવવાનું બીડું, પથારીવશ કે બીમાર લોકોને આપ્યા કુલર

ખજૂરભાઈના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હોય એવું બને, એમનું નામ આવે એ સાથે જ લોકોને ખજૂરભાઈએ કરેલા સેવા કરી યાદ આવી જતા હોય છે કારણ કે ખજુરભાઈએ દિવસ રાત જોયા વગર છેલ્લા એક વર્ષથી ૨૦૦ જેટલા ઘર વિહોણા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે. આ ઉપરાંત પણ તેમને ઘણા બધા લોકોને આર્થિક મદદ કરીને સેવકાર્યો કર્યા છે.

ખજૂરભાઈએ લોકોની મદદ કરી હોય એના કિસ્સા આપણે અવારનવાર સાંભળતા જ રહીએ છીએ. હાલ ભર ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે એવામાં ઘણા લોકો એવા છે કે જેમના ઘરે એસી તો ઠીક પંખા પણ નથી, અને આવા ઘરમાં લોકો બીમાર કે પથારીવશ હોય છે.

આ સિવાય જે લોકો પેરેલાઈઝડ પણ હોય છે તેમને આ અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. આ બધું જોયા બાદ હાલમાં ખજુરભાઈએ એક નવો સેવા યજ્ઞ ચાલુ કર્યો છે. આ કાળઝાળ ગરમીમાં જેટલા પણ લોકો પથારીવશ કે બીમાર છે એમના માટે ખજુરભાઈ કુલરની વ્યવસ્થા કરી રહ્યા છે.

ખજુરભાઈ આ કુલર જેટલા પણ લોકોને જરૂર હશે તેમને તેમના ઘરે પહોંચાડશે. તમને જણાવી દઈએ કે ખજૂરભાઈએ ૧૦૦૦ કુલર મંગાવ્યા છે અને જે લોકોને જરૂર છે એ તમામ લોકો સુધી ખજૂરભાઈ આ કુલર પહોંચાડશે.

દરેકે દરેક ઋતુમાં ખજુરભાઈ લોકોની સેવા માટે તતપર રહે છે અને ખજૂરભાઈની સેવાના બદલામાં લોકો તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. ખજૂરભાઈથી કોઈનું દુઃખ નથી જોવાતું અને એટલે જ જ્યારે પણ કોઈને તકલીફ પડે છે તો એને દૂર કરવા ખજૂરભાઈ દોડી જાય છે અને લોકોની તકલીફ દૂર કરવાના પોતાનાથી બનતા બધા પ્રયત્ન કરે છે.

Leave a Reply

Your email address will not be published.