ખેડૂતોને થશે હાશકારો: ‘ગરમી વધુ, ચોમાસુ વહેલું’ અંબાલાલ પટેલે વરસાદને લઈ જાણો શું કરી મોટી આગાહી

અત્યારે સમગ્ર દેશમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમી ખૂબ જ વધી રહી છે. હવામાન વિભાગ દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષ દરમિયાન ચોમાસુ ૨૭ મેના રોજ એટલે કે પાંચ દિવસ પહેલા કેરળમાં આવવાની શક્યતા જોવા મળી છે. મોટાભાગે કેરળમાં સૌપ્રથમ ચોમાસાની શરૂઆત થતી હોય છે.

આ સમાચારથી ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ દરમિયાન અને સમગ્ર ખેતી ચોમાસા ઉપર જ નિર્ભર રહેલો હોય છે. ખેતીમાં ચોમાસુ ખૂબ જ અસર કરતું હોય છે.

થોડા દિવસ પહેલાં જ કેરળમાં ચોમાસાની શરૂઆત થતી જોવા મળી શકે છે. આ વર્ષ દરમિયાન ચોમાસુ વરસાદ દક્ષિણ હનુમાન સાગર પરથી જોવા મળશે. ચોમાસાની શરૂઆત દક્ષિણથી લઈને પશ્ચિમ તરફ બાજુ થઈ શકે છે. આ વર્ષ દરમિયાન વરસાદ સારો જોવા મળી શકે છે અને ચોમાસું દક્ષિણ હનુમાન સાગર થી નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડી તરફ આગળ વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળના વરસાદ પડવાની તારીખ સાથે સમગ્ર દેશમાં કેટલો વરસાદ પડે એનો કોઈ સીધો કોઈ સંબંધ નથી. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં તે સમયે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૨૫ મેથી 4 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. તેમજ 15 જુનના દિવસે સારો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે. જે ખેતી માટે એક યોગ્ય સમય ગણાય છે. તેમજ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું નજર આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.